Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નખત્રાણાના જુનાવાસમાં બોલેરો પલટી:વાહનચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત, ચાલકને સામાન્ય ઈજા

    1 week ago

    નખત્રાણાના જુનાવાસ વિસ્તારમાં એક બોલેરો કાર પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, વાહનચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બોલેરો માર્ગ પર અસંતુલિત થઈ પલટી ગઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના કારણે સ્થાનિકોએ રાહત અનુભવી હતી. જોકે, પલટી ગયેલી બોલેરો નજીકની દુકાનના પગથિયાં સાથે અથડાતાં દુકાનના ભાગને નુકસાન થયું હતું. વાહનને પણ નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં કારચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તેની તબિયત હાલ સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટના એટલી અચાનક બની હતી કે રહેણાંક વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાને લઈને સ્થાનિક રહેવાસીઓએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં કેટલાક વાહનચાલકો બેફામ ગતિએ વાહન હંકારે છે, જેના કારણે આવા અકસ્માતો વારંવાર બનવાની શક્યતા રહે છે. જો આ સમયે રસ્તા પર રાહદારીઓ કે બાળકો હાજર હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.
    Click here to Read More
    Previous Article
    ઘેડ પંથક માટે કરોડો નું પેકેજ કાગળ પર?:દર વર્ષે ડૂબમાં જતા ઘેડ પંથકમાં કરોડોના સરકારી પેકેજ છતાં સ્થિતિ દયનીય: જનતાના ઉગ્ર આક્ષેપો સામે સિંચાઈ વિભાગે આપ્યો કામગીરીનો હિસાબ
    Next Article
    2 Dead After Fire Breaks Out At Building In Noida, 50 Families Were Trapped

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment