Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રામાં ફરશે કાનૂની જાગૃતિ રથ:શ્રદ્ધાળુઓને અપાશે કાયદાકીય માર્ગદર્શન, હાઈકોર્ટના ચીફ જસ્ટિસના માર્ગદર્શન હેઠળ વિશેષ રથ તૈયાર કરાયો

    8 hours ago

    ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નિમિત્તે અમદાવાદમાં પ્રથમ વખત એક અનોખા જનજાગૃતિ અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે. આગામી તારીખ 16 જુલાઈને ગુરુવારના રોજ યોજાનારી રથયાત્રા દરમિયાન કાનૂની જાગૃતિ રથ દ્વારા લાખો શ્રદ્ધાળુઓ સુધી કાયદાકીય શિક્ષણ અને અધિકારોની માહિતી પહોંચાડવામાં આવશે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ વિશેષ રથ તૈયાર કરાયો છે. જેમાં ધાર્મિક મહોત્સવના માધ્યમથી ન્યાય સૌના દ્વારે સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કાર્યકારી અઘ્યક્ષ જજ એ.વાય કોગજેના માર્ગદર્શન હેઠળ રથયાત્રામાં કાનૂની રથથી જાગૃત્તા માટે આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા દરમિયાન રથમાં પેરા લીગલ વોલન્ટિયર્સ પણ હાજર આ કાનૂની જાગૃતિ રથનો મુખ્ય હેતુ રથયાત્રાના વિશાળ જનમેદની વચ્ચે નાગરિકોને નિઃશુલ્ક કાનૂની સહાય, બંધારણીય અધિકારો અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વ્યાપક માહિતી આપવાનો છે. આ રથયાત્રા દરમિયાન રથમાં પેરા લીગલ વોલન્ટિયર્સ પણ હાજર રહેશે. તેઓ સમાજના નબળા અને વંચિત વર્ગો, મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો, શ્રમિકો, અકસ્માત પીડિતો અને અંડરટ્રાયલ કેદીઓ માટેની સરકારી તથા NALSAની યોજનાઓ વિશે સમજણ આપશે અને માહિતીપત્રકોનું વિતરણ કરશે. સમાધાન સમારોહ–2026 અંગે લોકોને જાગૃત કરાશે આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટ માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી આયોજિત થનારા સમાધાન સમારોહ–2026 અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવશે. આગામી 21, 22 અને 23 ઓગસ્ટ, 2026 દરમિયાન યોજાનારા આ વિશેષ સમારોહમાં નાગરિકો પોતાના યોગ્ય કેસોનું લોક અદાલત દ્વારા ઝડપી, સરળ અને ખર્ચમુક્ત સમાધાન કરાવી શકે તે માટે વ્યાપક પ્રચાર-પ્રસાર કરાશે.
    Click here to Read More
    Previous Article
    લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર સામે લાલ આંખ:વડોદરા મનપાના ફૂડ વિભાગ દ્વારા રીફાઇન્ડ પામોલીન તેલનો શંકાસ્પદ 967 કિલો જથ્થો સીઝ
    Next Article
    6 લાખ સામે 34 લાખ ચૂકવ્યા છતાં વધુ નાણાંની માંગણી:વડોદરામાં 10 ટકા વ્યાજે નાણા ધીરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યાજખોરની લક્ષ્મીપુરા પોલીસે ધરપકડ કરી, 3 ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment