Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શત્રુઘ્ન સિંહાએ ફોટો પડાવતી વખતે ચાહકને ઠપકો આપ્યો:ફેન અસહજ થઈને પાછળ હટી ગયો, સોશિયલ મીડિયા પર પીઢ એક્ટરની થઈ ટીકા

    8 hours ago

    પીઢ એક્ટર શત્રુઘ્ન સિંહાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેમણે એક ફેનને આંગળી નીચે કરવા કહ્યું. ત્યારબાદ ચાહક એક્ટર પાસેથી જતો રહ્યો. ખરેખર, આ વીડિયો આકાંક્ષા રંજન કપૂર અને ફિલ્મમેકર શરણ શર્માના વેડિંગ રિસેપ્શનનો હોવાનું કહેવાય છે. ઇવેન્ટમાંથી બહાર નીકળતી વખતે શત્રુઘ્ન સિંહા સાથે એક ફેન ફોટો પડાવવા પહોંચ્યો. તસવીર લેતી વખતે ફેને કેમેરા તરફ વિક્ટરી (V) સાઇન બનાવી. આ જોઈને શત્રુઘ્ન સિંહાએ તરત જ તેનો હાથ નીચે કરતા કહ્યું, 'હાથ નીચે.' ત્યારબાદ હસતા હસતા બોલ્યા, 'મારી સામે પોઝ આપી રહ્યો છે.' એક્ટરની આ પ્રતિક્રિયાથી ફેન થોડી ક્ષણ માટે અસ્વસ્થ થઈ ગયો અને તરત જ પાછળ હટી ગયો. ત્યારબાદ પાપારાઝી તસવીરો લેતા રહ્યા. વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે શત્રુઘ્ન સિંહાની ટીકા કરી. એક યુઝરે લખ્યું, 'ખોટી વાત છે સર, બાળક તમને મળીને ખૂબ ખુશ હતો.' જ્યારે, અન્ય એક યુઝરે લખ્યું, 'સેલિબ્રિટી પોતાના ચાહકોને કારણે જ સેલિબ્રિટી હોય છે.' અન્ય એક યુઝરે ચાહકનો પક્ષ લેતા કહ્યું, 'બિચારો ચાહક એકદમ અસહજ થઈ ગયો, આ બરાબર ન લાગ્યું.' એક્ટરે પહેલા પણ ચાહકને ટોક્યો હતો જોકે, આ પહેલીવાર નથી જ્યારે શત્રુઘ્ન સિંહાએ આવું કર્યું હોય. આ જ ઇવેન્ટ દરમિયાન અન્ય એક વ્યક્તિને શત્રુઘ્ન સિંહાએ હાથ નીચે કરવા કહ્યું. તે જ સમયે, આ પહેલા, શત્રુઘ્ન સિન્હાએ એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ફૈઝલ રાઇડરને પણ હાથ નીચે કરવા કહ્યું હતું. આ પછી ફૈઝલનો આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ માટે ફૈઝલે શત્રુઘ્ન સિન્હાનો આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું, ‘હાથ નીચે કરો, હાથ નીચે. શત્રુઘ્ન સિંહાજીના મોઢેથી નીકળ્યું અને મારું નસીબ ચમકી ગયું. હું ટ્રેન્ડિંગમાં આવી ગયો. શત્રુઘ્ન સિંહાજીનો હું આખી જિંદગી આભારી રહીશ. મારા પપ્પા તમારા ખૂબ મોટા ફેન છે અને હું પણ તમારો ખૂબ મોટો ફેન છું. બાળપણથી તમારી મૂવી જોતો આવ્યો છું. જ્યારે ડીવીડી અને સીડી ચાલતી હતી, ત્યારથી હું તમારી મૂવી જોઉં છું. હું કયા શબ્દોમાં તમારો આભાર માનું, તે જાણતો નથી. બસ અલ્લાહથી દુઆ કરું છું કે અલ્લાહ તમને લાંબી ઉંમર આપે, સ્વાસ્થ્ય આપે અને તમારા પરિવારને ખુશ રાખે.'
    Click here to Read More
    Previous Article
    ઈન્ડિયન બોલર્સ સામે અંગ્રેજો ઘૂંટણીએ:4 ઓવરમાં 5 બેટર્સને પેવેલિયન ભેગા કર્યા; પ્રસિદ્ધે એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી
    Next Article
    રામમંદિર ટ્રસ્ટના કોષાધ્યક્ષ બોલ્યા- દાનમાંથી ₹3 કરોડની ચોરી થઈ:14 કરોડની ચોરી થઈ હોવાની વાત ખોટી, અખિલેશ યાદવ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment