Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘની પજવણી કરનારા રાજકોટના બે શખ્સ ઝડપાયા:​સક્કરબાગ ઝૂના પાંજરામાં વાઘના મોઢા પર ગમછો નાખી હેરાન કર્યો'તો, વન વિભાગની કાર્યવાહી

    8 hours ago

    ​જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગઈકાલે(13 જુલાઈ) વાઘના પાંજરા સામે પ્રવાસીઓનું એક મોટું ટોળું એકત્રિત થઈને વન્યજીવ નિહાળી રહ્યું હતું. ત્યારે એક અત્યંત આઘાતજનક અને શરમજનક ઘટના સામે આવી હતી. આ એકત્રિત થયેલા ટોળામાંથી રાજકોટના બે પ્રવાસીઓ દ્વારા પાંજરામાં ઉભેલા અબોલ વાઘના મોઢા પર ગમછો એટલે કે કપડું નાખીને તેને ગંભીર રીતે હેરાનગતિ કરવામાં આવી હતી. આ નીંદનીય કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો. આ વીડિયો વન વિભાગના ધ્યાને આવતા જ સમગ્ર તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને વાઘને હેરાન કરનારા બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢીને તેમની તાત્કાલિક અટકાયત કરી લેવામાં આવી હતી. ​બંને આરોપીઓએ પસ્તાવો વ્યક્ત કરતા ભૂલ સ્વીકારી આ ગુનાહિત કૃત્ય આચર્યા બાદ ઝડપાયેલા બંને આરોપીઓને વન વિભાગ દ્વારા પાંજરાની સામે જ ઉભા રાખીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું અને તેમની પાસે જાહેરમાં માફી મગાવવામાં આવી હતી. વાઘના પાંજરા સામે હાથ જોડીને ઉભેલા બંને આરોપીઓએ ભારે પસ્તાવો વ્યક્ત કરતા પોતાની ભૂલ સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે, તેઓ સક્કરબાગ ઝૂની મુલાકાતે આવ્યા હતા અને તે સમયે તેમનાથી વાઘના મોઢા પર કપડું નાખીને હેરાન કરવાનું મોટું કૃત્ય થઈ ગયું હતું. આ સાથે જ આરોપીઓએ અન્ય પ્રવાસીઓને પણ અપીલ કરી હતી કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત વખતે કોઈપણ વન્યજીવને ખોટી રીતે ખાવાનું આપીને કે અન્ય કોઈ રીતે ક્યારેય હેરાન કરવા જોઈએ નહીં. ​વાઘની પજવણી કરનાર રાજકોટના બંને શખ્સ દબોચાયા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના વન વિભાગના DCF રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગત 13 જુલાઈના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વીડિયો વન વિભાગના ધ્યાને આવ્યો હતો જેમાં વાઘની પજવણી થતી હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. આ ગંભીર બાબત સામે આવ્યા બાદ તુરંત જ વન વિભાગની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું હતું કે, આ ગુનાહિત ઘટના ગત 12 જુલાઈના રોજ સક્કરબાગ ઝૂની અંદર જ બની હતી અને તે જ દિવસે આ વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ વન વિભાગે ઝૂ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા અને પોલીસની નેત્રમ શાખાની સક્રિય મદદ લઈને આ ગુના સબબે બંને તોહમતદારોને ટ્રેક કરીને કાયદાના સિકંજામાં લીધા હતા. આ પજવણીના કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં 43 વર્ષીય શિરોડીયા દેવાભાઈ નાગજીભાઈ અને 35 વર્ષીય શિરોડીયા બાબુલાલ ભીમાભાઈનો સમાવેશ થાય છે. આ બંને તોહમતદારો રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બોડી ઘોડી ગામના વતની છે. આ બંને શખ્સો ગત 12 જુલાઈના રોજ પ્રવાસી તરીકે જૂનાગઢ સક્કરબાગ ઝૂની મુલાકાતે આવ્યા હતા અને તે દરમિયાન જ તેઓએ કાયદાનું ઉલ્લંઘન કરીને સુરક્ષિત પાંજરામાં રહેલા વાઘની પજવણી કરવાનું કૃત્ય આચર્યું હતું, જે સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થયું હતું. બંને સામે ગુનો દાખલ આ સમગ્ર ગુનાનો પર્દાફાશ કરવા માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના વન વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની આખી ટીમે પ્રશંસનીય અને ઝડપી કામગીરી કરી હતી. વન વિભાગ દ્વારા ગત 13 જુલાઈના રોજ જ આ બંને આરોપીઓની સત્તાવાર અટકાયત કરી લેવામાં આવી હતી અને તેમની સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ – 1972ની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તમામ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Nashik tourist family attacked: नासिक में छेड़छाड़ के बाद 30KM तक किया पीछा, क्या है पूरा मामला?
    Next Article
    હાઈકોર્ટની બે સગીર દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી:સાબરકાંઠાની 16 વર્ષની સગીરાને 26 સપ્તાહનો અને કચ્છની 17 વર્ષીયને 16 સપ્તાહનો ગર્ભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment