Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોઘલીમાં ધૂંધલીનાથ મહાદેવનો વાર્ષિક મેળો યોજાયો:હજારો ભાવિકોએ દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો

    2 days ago

    ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ઘોઘલી ગામમાં આવેલા સિદ્ધ ધૂંધલીનાથ મહાદેવ મંદિરે વાર્ષિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ગુજરાત અને ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાંથી હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. ભાવિકોએ ભગવાન ધૂંધલીનાથ મહાદેવના દર્શન કરી અભિષેક કર્યો હતો. તેમણે બિલીપત્ર, ફૂલ અને નાળિયેર અર્પણ કરીને પરિવારના સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ધૂંધલીનાથ મહાદેવ ધામની સ્થાપના સાથે એક અલૌકિક ઘટના જોડાયેલી છે. વર્ષ 1974માં બીલીમોરાના સાનેદાદાને આ સ્થળે દૈવી શક્તિનો અનુભવ થયો હતો. તેમના માર્ગદર્શન હેઠળ જમીન ખોદતા જ્વાળારૂપે શિવલિંગ પ્રગટ થયું હોવાનું મનાય છે. ત્યારથી આ સ્થળ શિવભક્તો માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને દર વર્ષે અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે. આ વર્ષે બીલીમોરા સ્થિત નવનાથ ધામના વર્તમાન ગાદીપતિ પૂજ્ય છોટેદાદાના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી મહાપૂજન અને વિશેષ આરતી કરવામાં આવી હતી. છોટેદાદાએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે ભગવાન ધૂંધલીનાથ મહાદેવ સાનેદાદાના તપોબળથી જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છે. તેમણે ઉમેર્યું કે અહીં આવતા દરેક ભાવિક પર ભગવાનની વિશેષ કૃપા વરસે છે. મેળા દરમિયાન ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે નવનાથ ભક્ત મંડળ ટ્રસ્ટ, આહવા અને સ્થાનિક સેવાભાવી યુવકોએ વ્યવસ્થા સંભાળી હતી. તેમણે પાણી, પાર્કિંગ, સ્વચ્છતા, દર્શન વ્યવસ્થા અને મહાપ્રસાદની સુચારૂ વ્યવસ્થા ગોઠવી હતી. હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો અને સેવાભાવી કાર્યની પ્રશંસા કરી હતી. ડાંગના કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું ધૂંધલીનાથ મહાદેવ ધામ આજે સમગ્ર ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યોના ભક્તો માટે પણ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ભક્તિમય વાતાવરણ અને 'હર હર મહાદેવ'ના જયઘોષ વચ્ચે સમગ્ર મેળો શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થયો. ભક્તોએ આ પવિત્ર ધામે આવી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો અને ભગવાન ધૂંધલીનાથ મહાદેવના આશીર્વાદ મેળવ્યા.
    Click here to Read More
    Previous Article
    પ્રભાસ-પાટણમાં રથયાત્રા માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ:PSI રાઠોડની અધ્યક્ષતામાં હિંદુ-મુસ્લિમ આગેવાનોએ સહકારની ખાતરી આપી
    Next Article
    Microsoft CEO Satya Nadella's Sharp Warning for Companies Using AI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment