Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિતા-પુત્રને માલવાહકે અડફેટે લેતા પિતાનું મોત:બે માસૂમે પિતાની છત્રછાયા ગુમાવી, સ્પીડવેલ ચોક નજીક અકસ્માત

    3 days ago

    રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક વાહન પર સવાર થઈ ઘર તરફ જતા પિતા-પુત્રને સામે રોંગ સાઈડમાં આવતા છોટાહાથી માલવાહકના ચાલકે અડફેટે લેતા વાહન ચાલક વશરામભાઈને ગંભીર ઇજા પહોંચી હતી જયારે પુત્રને સામાન્ય ઇજા પહોંચી હતી. જેથી બન્ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વશરામભાઈનું મોત થતા પિતાએ છોટાહાથીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પહોંચી ફરિયાદી પુંજાભાઈ પરમારએ જણાવ્યું હતું કે, 12 જુલાઈ, 2026ના રોજ બપોરના હું મારા ઘરે હતો ત્યારે મારા દીકરા વશરામભાઈની પત્ની સીમાબેન પરમારનો મને ફોન આવ્યો અને જણાવ્યું હતું કે, દીકરા વશરામભાઇનું સ્પીડવેલ ચોક પાસે અકસ્માત થતા 108માં સારવાર માટે સિવિલ હોસ્પીટલ લઇ જઇ રહ્યા છે જો કે તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. માલવાહક વાહન સાથે અથડાતા પટકાયા હતા બનાવ અંગે 10 વર્ષના પૌત્રને દાદાએ હકીકત પૂછતાં તેને જણાવ્યું હતું કે, વશરામભાઈ પોતાનું વાહન જીજે.03.આરઆર.7473 લઈને પરસાણા ચોક તરફથી ઘર તરફ પરત આવતા હતા ત્યારે બપોરના 1:30 વાગ્યે ફીલ્ડ માર્શલ રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે જય દ્વારકાધીશ પાન એન્ડ ટી સ્ટોલ પાસે સામેથી રોંગ સાઇડમાં આવતા એક છોટા હાથી માલવાહક વાહનમાં પાણીની બોટલ હોય તેની સાથે અથડાતા તેઓ બન્ને નીચે પટકાયા હતા જેમાં વશરામભાઇને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છોટાહાથી માલવાહકનો નંબર જીજે.03.બીટી.8049 હોવાનું અકસ્માત સમયે હાજર લોકો પાસેથી જાણવા મળ્યું છે જેથી આ છોટાહાથી માલવાહકના ચાલકે રોંગ સાઇડમાં બેદરકારીથી માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી દીકરા વશરામભાઈને અડફેટે લઇ અકસ્માત કરી મૃત્યુ નિપજાવતા ફરીયાદ નોંધાવવામાં આવી છે હાલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વશરામભાઈ પરમાર પોતે સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા. તેઓ ઘરે જતા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. તેઓ પોતે બે ભાઇમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે દીકરા હોવાનું સામે આવ્યું છે. હાલ બન્ને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, મહાઆરતીમાં ભક્તોની ભીડ:રથયાત્રાના રૂટ નિરીક્ષણ સમયે હર્ષ સંધવીનું ફૂલ વર્ષાથી સ્વાગત; જાણો ત્રિ-દિવસીય કાર્યક્રમ વિશે
    Next Article
    'અદાણી તારા ઘર આગળ થાંભલો નાખ અમને હેરાન ન કર':મોરબી કલેક્ટર કચેરી સુધી રેલી શરૂ, મહિલાએ કહ્યું- અમે ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા પણ સરકારને દયા ન આવી'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment