Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બદમાશો બન્યા બેખોફ:ભચાઉમાં એક રાતમાં પાંચ દુકાનોમાંથી ચોરી થતાં વેપારીઓમાં ફફડાટ

    3 days ago

    ભચાઉમાં તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતો હોય તેમ બિન્દાસ રીતે રાત્રીના 11 વાગ્યાના સુમારે એક સાથે પાંચ દુકાનોને નિશાન બનાવતા નાના વેપારીઓમાં ભારે ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. જય માતાજી ચોક અને એ.ડી. મહેતા ટાવર વચ્ચે આવેલા નગરપાલિકા કોમ્પ્લેક્સ નંબર-3 માં ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ નાના-મોટા વેપારીઓની પાંચ દુકાનોના શટર ઉંચા કરી, તેની નીચેથી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દુકાનોના કાઉન્ટર અને ગલ્લામાં રાખેલી રોકડ રકમ પર હાથ સાફ કર્યો હતો. ચોરીને અંજામ આપનારા તસ્કરો એટલા બેખોફ હતા કે તેમણે રાત્રે 11 વાગ્યાના સમયે આ પાંચેય દુકાનોને નિશાન બનાવી હતી. જેમાં એક મોબાઈલની દુકાનમાંથી અંદાજે રૂ.30,000 રોકડ ચોરાઈ હોવાનું વેપારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત ચાની દુકાન તેમજ રેડીમેડ કપડાંની દુકાન સહિતની અન્ય દુકાનોમાંથી પણ બે થી પાંચ હજાર રૂપિયાની ચોરી થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે. વેપારીઓની માંગ : કેમેરા અને લાઈટ લગાવો ભચાઉમાં પાંચથી વધુ દુકાનો તૂટતા વેપારીઓએ પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવાની અને આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે જ નગરપાલિકા કોમ્પ્લેક્સ સહિત શહેરના અન્ય વ્યસ્ત કોમ્પ્લેક્સોમાં પૂરતા પ્રમાણમાં રોડલાઈટ (સ્ટ્રીટ લાઈટ) અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી છે. નાના વેપારીઓ આ કપરા સમયે ભચાઉ શહેર વેપારી મંડળ અને પ્રમુખ તેમની વહારે આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્સ્ટાગ્રામ પર લોકોને ઉશ્કેરનાર અને ઠગાઈ કરતો નકલી પત્રકાર ઝડપાયો:પોલીસને પણ ફોન કરીને પોતે યુનિયન લીડર અને પત્રકાર હોવાની ખોટી ઓળખ આપી રોફ ઝાડતો
    Next Article
    Tirupati Temple Employee Among 3 Arrested In Drug Bust

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment