Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરફોડ ચોરી કરતી બેલડી ઝડપાઇ:દુબઈના ટ્રાન્સપોર્ટરના મકાનમાં અને પાનના ધંધાર્થીના ઘરમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપીઓ અમદાવાદથી લકઝરી કાર ભાડે કરી દિવસે રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતાં

    2 days ago

    રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બન્ને આરોપીઓ કોઈને શંકા ન જાય તે માટે અમદાવાદથી લકઝરી કાર ભાડે કરી રાજકોટ શહેરમાં દિવસ દરમિયાન રેકી કરી બાદમાં રાત્રીના સમયે બંધ મકાનને ટાર્ગેટ બનાવી ચોરીના ગુનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે દુબઈના ટ્રાન્સપોર્ટરના મકાનમાં અને પાનના ધંધાર્થીના ઘરમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી રૂ.11.47 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ બન્ને ચોરીને જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં અંજામ આપ્યા બાદ છેલ્લા સપ્તાહ દરમિયાન પોલીસ પુત્રની ઓફિસમાં ચોરીને અંજામ આપ્યો હતો જે કેસમાં ગાંધીગ્રામ પોલીસ બન્ને આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા જો કે આ સમયે ઊંડાણ પૂર્વક પુછપરછ અને તપાસ કરી હોત તો કદાચ આ ગુનાનો ભેદ ત્યારે ઉકેલાઈ ગયો હોત અને વધુ મુદામાલ રિકવર કરવામાં પોલીસને ચોક્કસ સફળતા પણ પ્રાપ્ત થઇ શકી હોત. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપી ઋત્વિક ભરત ઉર્ફે શક્તિ દુધૈયા (ઉ.વ.26) અને રત્નદીપસિંહ ભરતસિંહ પરમાર (ઉ.વ.33)ની ધરપકડ કરી પોલીસે તેની પાસેથી રૂપિયા 56,634 રોકડ, ચાંદીની નોટ, LED ટીવી, સ્કોર્પિયો કાર, ચાંદીના સિક્કા, 16 સોનાની લગડી, સોનાની બુટી મળી કુલ રૂ.11,47,234નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ પુછપરછમાં બન્ને આરોપીઓ દ્વારા અમદાવાદથી કાર રેન્ટ પર લાવી રાજકોટ શહેરમાં દિવસ દરમિયાન રેકી કરી રાત્રી દરમિયાન બંધ મકાનને ટાર્ગેટ બનાવી ચોરીના ગુનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે જેમાં ગત જૂન મહિનામાં તેમને કરેલ બે ઘરફોડ ચોરી અંગે કબૂલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી બન્ને આરોપીઓ દ્વારા ગત જૂન મહિના દરમિયાન પોલીસ પુત્રની ઓફિસમાં ત્રાટકી લોકર ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પોલીસ પુત્રની ઓફિસમાં થયેલ ચોરીના ગુનામાં ગાંધીગ્રામ પોલીસે ગણતરીની કલાકોમાં બન્ને આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા જો કે આ સમયે પોલીસ દ્વારા તેની યોગ્ય પુછપરછ કરવામાં આવી હોત તો કદાચ તેમના જ પોલીસ સ્ટેશનના વધુ બે ગુનાનો ભેદ પણ વહેલા ઉકેલાય ગયો હોત અને કદાચ વધુ રોકડ મુદામાલ પણ રિકવર કરવામાં સ્થાનિક પોલીસને ચોક્કસ સફળતા મળી શકી હોત પરંતુ ક્યાંક માત્ર પોલીસ પુત્રની ઓફિસમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને રસ હોય તેમ એ ગુના અંગે પુછપરછ કરી મુદામાલ સાથે ઝડપી જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા જે બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરી બન્ને આરોપીઓની જ સંડોવણી હોવાનું સામે આવતા બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ક્યાં બે ગુનાનો ભેદ ઉકેલ્યો .? પ્રથમ બનાવમાં રાજકોટ શહેરના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારમાં રહેતા અને હાલ દુબઇમાં સ્થાયી થઇ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રમેશલાલ જીવનભાઈ ગાધેરે (ઉ.વ.62)એ ફરિયાદ નોંધાવી હતી કે, તા.09.06.2026ના સાંજના 5.30 વાગ્યે તેઓ દુબઇમાં હતા ત્યારે તેમના સાઢૂભાઈ જગદીશભાઈ પાણખાણીયાનો ફોન આવ્યો કે, હું તા.04.06.2026ના સાંજના 5 વાગ્યે મકાને આટો મારવા ગયો ત્યારે મકાનના મેઇન ડોરનું તાળુ તથા સેફ્ટી-ડોરનું તાળુ તુટેલ હતું જેથી અંદર જઈ જોતા સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. ત્યારબાદ તપાસ કરતા હોલનું એલઇડી ટીવી જોવા મળ્યું ન હતું જેથી વૃદ્ધ તાત્કાલિક યુએઈથી રાજકોટ આવી મકાનમાં તપાસ કરતા તીજોરીમાં રાખેલ સોનાના આશરે એક-એક ગ્રામના 14 બિસ્કીટ, સોના ચાંદીના સિક્કા અને રોકડ રૂ.4.75 લાખ તથા એલઈડી ટીવી ચોરી થઇ ગયાની જાણ થઇ હતી. જયારે ચોરીની બીજી ઘટનામાં રૈયા ચોકડી નજીક મોદી સ્કૂલ પાછળ રાવલનગરમાં એકલા રહેતા અને ધર્મેન્દ્ર રોડ પર હસમુખલાલ એન્ડ બ્રધર્સ નામે પાનનો હોલસેલ વેપાર કરતા અનિલભાઇ ઇશ્વરભાઈ પટેલ (ઉ.વ.58)એ ફરિયાદ નોંધાવી હતી કે, તા.08.06.2026ના રોજ તેઓ ઘરને તાળું મારી પોતાની દુકાને જતાં રહ્યા હતા અને રાત્રિના 8 વાગ્યે પરત આવતા ઘરનો સેફટી ડોર ખુલ્લો હતો, રસોડાની બારીની લોખંડની ગ્રીલ તુટેલી હાલતમાં ફળીયામાં પડી હતી જેથી ઘરમાં તપાસ કરતા રોકડ રૂ.4000, આશરે બે ગ્રામની સોનાની બુટી એક જોડી, ચાંદિના દાગીના જેમાં નાના બાળકોની એક વીંટી, ત્રણથી ચાર નાના કિ-ચેઇન તથા અન્ય નાની-નાની વસ્તુઓ મળી રૂ.62 હજારની મતા ચોરાઈ ગયાની જાણ થઇ હતી.
    Click here to Read More
    Previous Article
    Engineer kills woman colleague, then dies by suicide on rail tracks: Police
    Next Article
    Ambalal Patel | આગાહીને લઈને અંબાલાલ પટેલની મોટી જાહેરાત । Weather Forecast |Gujarat Rain |Monsoon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment