Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુણાગામમાં પૂર ઓસર્યા બાદ તંત્રની ઘોર બેદરકારી:ભાતની વાડી જનસેવા કેન્દ્ર પર 'ફ્લડ કામગીરી'ના બહાને તાળાં વાગતાં જનતા બેહાલ, અધિકારીઓની ગેરહાજરી વચ્ચે ખાનગી એજન્ટોનો રાફડો

    7 hours ago

    સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભયાનક પૂર ઓસર્યા બાદ હવે વહીવટી તંત્રની ગંભીર લાપરવાહી અને ઘોર બેદરકારીના દ્રશ્યો એક પછી એક સામે આવી રહ્યા છે. આપત્તિના સમયે જનતાની પડખે ઊભા રહીને મદદરૂપ થવાને બદલે સરકારી તંત્રએ સામાન્ય નાગરિકોને તેમના હાલ પર છોડી દીધા હોય એવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પૂરના નામે સરકારી કચેરીઓમાં રોજિંદું અને નિયમિત કામકાજ સંપૂર્ણપણે ઠપ કરી દેવામાં આવ્યું છે, જેને કારણે વહીવટી તંત્ર સામે સામાન્ય જનતાનો ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ભાતની વાડી જનસેવા કેન્દ્ર પર લાગ્યું પોસ્ટર: ‘બધા ઘરે જાવ’ શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી ભાતની વાડી ખાતેથી તંત્રની લાપરવાહી ઉજાગર કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં આવેલી સરકારી કચેરીમાં પોતાના મહત્વના દસ્તાવેજો અને વહીવટી કામકાજ માટે પહોંચેલા નાગરિકોને ભારે ધક્કા ખાવા પડી રહ્યા છે. પૂરની સ્થિતિ હળવી થયા બાદ પણ કચેરીના મુખ્ય દરવાજા પર એક મોટું પોસ્ટર મારી દેવામાં આવ્યું છે, જેના પર લખ્યું છે કે, “પૂરની અસરગ્રસ્ત સર્વેની કામગીરીના કારણે જનસેવા કેન્દ્ર બંધ છે.” મહિલાઓ અને વૃદ્ધો કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઊભા રહેવા મજબૂર સૂત્રો અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, શનિ-અઢીની રજાઓ પહેલા એટલે કે છેક શુક્રવારથી જ નાગરિકો, મહિલાઓ અને વૃદ્ધો પોતાના જરૂરી કામો કરાવવા માટે કચેરી બહાર વહેલી સવારના 8 વાગ્યાથી લાંબી લાઈનો લગાવીને ઊભા રહેવા મજબૂર બન્યા છે. પૂરના કારણે લોકોના ઘરોમાં મોટું નુકસાન થયું છે, ત્યારે સરકારી સહાય, આવકના દાખલા કે અન્ય વહીવટી કાગળો મેળવવા માટે ફાંફા મારી રહેલી જનતા સવારથી જ કચેરી બહાર આવી જાય છે. કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ તંત્ર તરફથી કોઈ સત્તાવાર જવાબ કે રાહત મળતી નથી. અધિકારીઓ ગાયબ અને કચેરી બહાર ખાનગી એજન્ટોનો ‘રૌફ’ આ સમગ્ર મામલામાં સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે કચેરીના જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ જનતા સાથે સીધો સંવાદ કરવા માટે હાજર જ નથી. તેના બદલે કચેરીની બહાર સક્રિય બનેલા ખાનગી એજન્ટો દ્વારા લોકોને હાંકી કાઢવામાં આવી રહ્યા છે. લાઈનમાં ઊભેલા લોકોને ખાનગી એજન્ટો દ્વારા બાંકડા ઉપર ચઢીને રોફ જમાવીને એવું કહેવામાં આવી રહ્યું છે કે, "આજે મામલતદાર સાહેબે પૂરની કામગીરીમાં કચેરીના પુરેપુરા સ્ટાફને મોકલી દીધો છે, એટલે કોઈનું કામ થશે નહીં, સોમવાર-મંગળવાર પણ બંધ રહેશે, બધા ઘરે જાવ." કોઈ સત્તાવાર પરિપત્ર વિના જ આવા ખાનગી એજન્ટો કચેરીનો વહીવટ સંભાળતા હોય તેમ લોકોને આદેશો આપી રહ્યા છે, જે તંત્રની પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા કરે છે. એડમિશન, સિવિલ અને હોસ્પિટલના કામો અટક્યા: સ્થાનિકોનો આક્રોશ સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, "અમને મામલતદાર સાહેબ ફ્લડ (પૂર)ની કામગીરીમાં હોય તેની સામે કોઈ વિરોધ નથી, પરંતુ કચેરીમાં બે-ત્રણ સ્ટાફના માણસો બેસાડી દીધા હોત તો આ ગરીબ જનતા હેરાન ન થાત. લોકો સિવિલ હોસ્પિટલના કામો માટે, દવાખાનામાં એડમિશન માટે અને નાહક પોતાના છોકરાઓના શાળા-કોલેજના દાખલા કઢાવવા માટે શુક્રવારથી ધક્કા ખાઈ રહ્યા છે." કોઈ સત્તાવાર નોટિસ વિના જનસેવા કેન્દ્રો બંધ રાખવાની આ પ્રથા સામે હવે લોકો ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Marxist, Akali, Khalistan sympathiser: Jaswant Singh Khalra was harder to place than Satluj admits
    Next Article
    બે ચોરી કેસમાં વોન્ટેડ મહિલા આરોપી ઝડપાઈ:જલાલપોર પોલીસે ગુપ્ત બાતમી આધારે વિજલપોરથી અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment