Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘના મોઢામાં ગમછો નાખી પ્રવાસી નફ્ફટાઈથી બોલ્યો- 'પૈસા વસૂલ':જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં હિંસક પ્રાણીની પજવણીનો શોકિંગ વીડિયો વાઈરલ

    1 day ago

    ગુજરાતના ગીર પંથકમાં એક તરફ સિંહના હુમલાના બનાવો વધ્યા છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓ દ્વારા વાઘની પજવણી કરાતી હોવાનો શોકિંગ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જેમાં કેટલાક પ્રવાસી દ્વારા વાઘના મોઢામાં ગમછો આપી હેરાનગતિ કરવામાં આવી રહી છે. રિલ્સના ચક્કરમાં હિંસક પ્રાણીની પજવણી કર્યા બાદ કેટલાક પ્રવાસીઓ નફ્ફટાઈથી પૈસા વસૂલ થયાનું પણ બોલી રહ્યા છે. સક્કરબાગ ઝૂમાં હિંસક પ્રાણીની આ રીતે પજવણીનો વીડિયો વાઈરલ થતા ઝૂની સુરક્ષા વ્યવસ્થાને લઈ પણ સવાલ ઉઠ્યા છે. પાંજરામાં કેદ વાઘના મોઢામાં ગમછો આપી પજવણી કરી સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યા છે તે જૂનાગઢના નવાબીકાળના સક્કરબાગ ઝૂના છે. જેમાં પાંજરામાં કેદ વાઘના મોઢામાં ગમછો આપી કેટલાક પ્રવાસીઓ પજવણી કરી રહ્યા છે. પાંજરાની ખૂબ જ નજીક પહોંચી પ્રવાસીઓ દ્વારા વાઘ તરફ ગમછો ફેંકવામાં આવતા જ વાઘ ગમછો પીંજરામાં ખેંચી લે છે. આટલું ઓછું હોય તેમ, ત્યાં પાંજરામાં નીચે બેઠેલો અન્ય એક બીજો વાઘ પણ તે કપડાને પોતાના મોઢામાં ચાવવા લાગે છે. આ સમગ્ર અમાનવીય હેરાનગતિ કર્યા બાદ પ્રવાસીઓના ટોળામાંથી એક નિર્લજ્જ વ્યક્તિ મોટેથી એવું કહેતો પણ સંભળાય છે કે "ચાલો, પૈસા વસુલ થઈ ગયા". સક્કરબાગ ઝૂની સુરક્ષા વ્યવસ્થાના લીરા ઉડ્યા ​આ નવાબી કાળના સક્કરબાગ ઝૂમાં સિંહ, વાઘ, દીપડા સહિત અનેક દુર્લભ પશુ-પક્ષીઓને પ્રવાસીઓ માત્ર નિહાળી શકે અને તેમના વિશે માહિતી મેળવી શકે તે માટે રાખવામાં આવ્યા છે. પરંતુ અહીં અલગ-અલગ પ્રવાસીઓ દ્વારા વાઘની જે રીતે પજવણી કરવામાં આવી, તેણે ઝૂ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થાની પણ પોલ ખોલી નાખી છે. પાંજરાની આસપાસ સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં આ પ્રકારની ઘટના કેવી રીતે બની તે એક મોટો સવાલ છે. વીડિયો સામે આવ્યા બાદ ઝૂ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાં જ વન વિભાગ હરકતમાં આવ્યું છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગંભીર મામલે સક્કરબાગ ઝૂના આર.એફ.ઓ. સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ સમગ્ર વીડિયો અને ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને હાલ આ મામલે ઝૂ પ્રશાસન દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ જવાબદાર પ્રવાસીઓને શોધીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી જંગલી પ્રાણીના હુમલાના બનાવમાં વધારો સામાન્ય રીતે અત્યાર સુધી ગિરનાર અને આસપાસના ખુલ્લા જંગલ વિસ્તારોમાં વનરાજ સિંહોની પજવણીના અને ગેરકાયદે ડાયરા કે લાઈવ શો કરીને વન્યજીવોને હેરાન કરવાના અસંખ્ય કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. જંગલમાં સિંહોની પજવણીની ઘટનાઓથી વન વિભાગ પહેલેથી જ પરેશાન છે, ત્યારે હવે સક્કરબાગ જેવા સુરક્ષિત ગણાતા પ્રાણીસંગ્રહાલયના બંધ પાંજરામાં પણ અબોલ પ્રાણીઓ અસુરક્ષિત બન્યા હોય તેવા ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. આ સમાચાર પણ વાંચોઃ ગેરકાયદે સિંહદર્શન કરનાર મૃતક સહિત ત્રણ સામે ગુનો દાખલ અમરેલી જિલ્લાના લીલીયા રેન્જ હેઠળ આવતા અંટાળિયા વિસ્તારમાં બે દિવસ પહેલા સિંહના મેટિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરી વન્યજીવને પરેશાન કરવા જતાં સિંહના હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ગંભીર ઘટના પગલે રાજ્ય સરકારના કડક આદેશ બાદ, લિલિયા વન વિભાગે ત્વરિત કાર્યવાહી હાથ ધરી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા શખ્સોએ ગુનાના પુરાવાનો નાશ કરવા મોબાઈલ ડેટા ડિલીટ કરી નાખ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    Lenin box office day 3: Akhil Akkineni film earns Rs 61 cr; RGV says ‘best actor in family’
    Next Article
    ‘Sanjay Dutt was trembling with fear’: Ujjwal Nikam on what actor said after he was sentenced

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment