Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વધતા અકસ્માતને લઈને રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટનો નિર્ણય:સ્કૂલમાં વિદ્યાર્થી વાહન લઈને આવે તો વાલીની લેખિત અરજી અને ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ જમા કરાવી પડશે

    9 hours ago

    રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ દ્વારા ગુજરાતની તમામ ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને એક અપીલ કરવામાં આવી છે. રસ્તાઓ પર સતત વધતો જતો વાહન વ્યવહાર અને સગીર વયના વિદ્યાર્થીઓ દ્વારા થતા ગંભીર અકસ્માતો તેમજ મોતના દુઃખદ કિસ્સાઓને ધ્યાનમાં રાખીને મહામંડળે વિદ્યાર્થીઓના જીવ બચાવવા માટે કડક બનવા વિનંતી કરી છે. RTOના નિયમો અનુસાર સગીર વયના અને ડ્રાઇવિંગ લાઇસન્સ ન ધરાવતા વિદ્યાર્થીઓ શાળામાં ટુ-વ્હીલર લઈને આવે તેના પર પ્રતિબંધ મૂકવાની શાળા સંચાલકોની ફરજ બને છે. વાલીની લેખિત અરજી અને ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ સ્કૂલને આપવી પડશે આ સુરક્ષા પગલાના ભાગરૂપે મહામંડળના પ્રમુખ પ્રિ. ભાસ્કર રા. પટેલે સૂચન કર્યું છે કે, જો કોઈ વિદ્યાર્થી વાહન લઈને શાળાએ આવે તો તેની પાસેથી વાલીની લેખિત અરજી અને ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ મેળવીને શાળાના દફતરે (રેકોર્ડ પર) રાખવી જોઈએ. આવા નિયમબદ્ધ વિદ્યાર્થીઓને શાળા શરૂ થવાના અને છૂટવાના સમયની નોંધ સાથે જ મંજુરી આપી શકાય. શિક્ષણની સાથે શિસ્ત અને સંસ્કાર આપતી આપણી સંસ્થાઓ તથા સમાજ કોઈ મુશ્કેલીમાં ન મુકાય તે માટે આજથી જ આ બાબતે આકરા પગલાં લેવા તમામ શાળા સંચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમે રામ મંદિર ટ્રસ્ટ- સરકારને નોટિસ ફટકારી:SIT રિપોર્ટ માંગ્યો, કહ્યું- તપાસ અધિકારી કોણ છે, 20 જુલાઈએ આગામી સુનાવણી; CCTV સુરક્ષિત રાખવા નિર્દેશ
    Next Article
    Opinion: Opinion | India Has A New Headache: Pak's Closest Ally May Soon Get American Fighter Jets

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment