Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ક્લાસ-વન અધિકારીનો ગળેફાંસો ખાઈ આપઘાત:સુસાઈડ નોટ લખી ઘરની બાલ્કનીમાં લટકી ગયા; આર્થિક સંકટ, લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાથી પગલું ભર્યું

    8 घंटे पहले

    ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા એક યુવા સરકારી અધિકારીના કરુણ અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જીવનના અનેક સપનાઓ અને જવાબદારીઓ વચ્ચે આર્થિક બોજ સામે ઝઝૂમતા અધિકારીએ અંતે જીવનયાત્રા સમાપ્ત કરી લેતા તેમના પરિવારજનો સહિત સહકર્મચારીઓમાં ભારે દુઃખની લાગણી વ્યાપી છે. એક મહિના અગાઉ જ બદલી થઈ હતી મળતી માહિતી મુજબ, પિયુષભાઈ ઉકાણી એક મહિના અગાઉ જ બદલી થઈ આયોજન વિભાગમાં ક્લાસ-વન અધિકારી તરીકે ફરજ હાજર થયા હતા અને ઝાડેશ્વરની રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડાના A-12 નંબરના મકાનમાં રહેતા હતા.આજે સવારે તેઓ ઘરે એકલા હતા ત્યારે તેમનું નિર્જીવ દેહ મળતા સોસાયટીમાં ચકચાર મચી જવા પામી હતી. લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાથી પગલું ભર્યું ઘટનાની જાણ મકાન માલિક દ્વારા સી-ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને એક સુસાઈડ નોંધ મળી આવી હતી. તેમાં તેઓએ આર્થિક સંકટ, લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાના બોજને કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા હોવાનું ઉલ્લેખિત હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સી-ડિવિઝન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી પોલીસે જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી. યુવા વયે સરકારી સેવામાં જોડાયેલા અધિકારીના આકસ્મિક અવસાનથી સહકર્મચારીઓ અને પરિચિતોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે.સી-ડિવિઝન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 12 બાળકના મોત:3 પોઝિટિવ અને 9 શંકાસ્પદ મોત, 2 પોઝિટિવ સહિત 7 સારવાર હેઠળ, લક્ષણો-બચવાની ટીપ્સ જાણો
    Next Article
    Success Story: पिता के पास नहीं थे पैसे, कोच ने कराया टिकट, उम्मीदों पर खरी उतरी सागर की बेटी, जीत लाई मेडल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment