Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં સરકારી અધિકારીનો આપઘાત, આર્થિક દેવું કારણભૂત:આયોજન વિભાગના ક્લાસ-વન અધિકારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    2 days ago

    ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં એક સરકારી અધિકારીએ આર્થિક દેવાના બોજને કારણે આપઘાત કર્યો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આયોજન વિભાગમાં ક્લાસ-વન અધિકારી તરીકે ફરજ બજાવતા પિયુષભાઈ ઉકાણી ઝાડેશ્વરની રામેશ્વર પાર્ક સોસાયટીના A-12 નંબરના ભાડાના મકાનમાં રહેતા હતા. તેઓ એક મહિના પહેલા જ અહીં બદલી થઈને આવ્યા હતા. આજે સવારે તેમના નિવાસસ્થાનેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મકાન માલિકે આ ઘટના અંગે સી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં પિયુષભાઈએ આર્થિક સંકટ, લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાના બોજને કારણે માનસિક તણાવ અનુભવી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. સી-ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મુસ્લિમ સમાજે જગન્નાથજીને ‘એકતા રથ’ અર્પણ કર્યો:300 ગ્રામના ચાંદીના રથ પર સોનાની વરખ, આવતીકાલે નેત્રોત્સવ પૂજા; CM કરશે પહિંદ વિધિ
    Next Article
    Foreign Investors Pump Over $1 Billion Into Indian Stock Market In A Week

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment