Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારાના શિક્ષકોને ફ્લડ કંટ્રોલ કામગીરીમાંથી મુક્તિ:ધારાસભ્ય દેથરીયા અને શૈક્ષિક મહાસંઘના પ્રયાસોથી નિર્ણય

    5 days ago

    ટંકારા તાલુકાના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણય ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી જિલ્લા વિકાસ અધિકારી વિદ્યા સાગરના પ્રયાસોથી લેવાયો છે. શિક્ષકો છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે વિવિધ બિન-શૈક્ષણિક કામગીરીમાં રોકાયેલા હતા. જેમાં મતદાર યાદી સુધારણા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કામગીરી અને વસ્તી ગણતરીનો સમાવેશ થાય છે. તાજેતરમાં ટંકારા તાલુકાના શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરી સોંપવામાં આવી હતી. આ કામગીરી દર વર્ષે શિક્ષકોને સોંપાતી હોવાથી તેમને વિદ્યાર્થીઓને ભણાવવા માટે પૂરતો સમય મળતો ન હતો, જે એક કાયમી સમસ્યા બની ગઈ હતી. આ સમસ્યાના નિરાકરણ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી જિલ્લા વિકાસ અધિકારી વિદ્યા સાગર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. બંને મહાનુભાવોના સક્રિય પ્રયાસોને કારણે શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ મળી છે. શૈક્ષિક મહાસંઘની ટીમે તમામ શિક્ષકો વતી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા વિકાસ અધિકારીનો આભાર વ્યક્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની ગંભીર સ્થિતિ બાદ મનપા તંત્ર જાગ્યું:રાજકોટમાં પાણી ભરાતા 93 વિસ્તારોને રેડ, યલો અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા, ચાલુ વરસાદમાં પણ સ્ટાફ સતત ખડેપગે ખડેપગે
    Next Article
    "Don't Like You Anymore": Zverev Crowns Sinner 'Best In The World'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment