Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં હાઇડ્રા અને કોરિયન સ્કિનકેર સેમિનાર યોજાયો:તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા

    3 days ago

    વલસાડ ખાતે ખનક પ્રોફેશનલ દ્વારા બ્યુટી અને સ્કિનકેર ક્ષેત્ર સાથે જોડાયેલા ઉત્સાહીઓ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જાણીતા સ્કિનકેર એક્સપર્ટ ઉર્વશી મોદીએ મુખ્ય ટ્રેનર તરીકે ઉપસ્થિત રહીને આધુનિક સ્કિનકેર ટ્રીટમેન્ટ અંગે વિસ્તૃત માર્ગદર્શન અને પ્રેક્ટિકલ તાલીમ આપી હતી આ સેમિનારમાં બ્યુટી અને સ્કિનકેર ક્ષેત્ર સાથે જોડાયેલા મોટી સંખ્યામાં તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે તમામ પ્રતિભાગીઓને પ્રશંસા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સેમિનાર દરમિયાન અત્યારે બજારમાં સૌથી વધુ ડિમાન્ડમાં રહેલી હાઇડ્રા સ્કિન ટ્રીટમેન્ટ અને કોરિયન ગ્લાસ સ્કિન જેવી પદ્ધતિઓ વિશે લાઈવ ડેમો સાથે આધુનિક ટેકનિક શીખવવામાં આવી હતી. આ ઉપરાંત, ત્વચાની વિવિધ સમસ્યાઓ જેવી કે પિગમેન્ટેશન, એક્ને સ્કાર્સ (ખીલના ડાઘ), ફાઇન લાઇન્સ, સ્કિન લિફ્ટિંગ, ડાર્ક સર્કલ્સ, ડેડ સેલ રિમૂવલ અને સ્કિન ટાઇટનિંગ જેવા મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવી હતી. આયોજક સંસ્થાના જણાવ્યા અનુસાર, આવા સેમિનારો દ્વારા બ્યુટી ક્ષેત્રે નવી ટેક્નોલોજી, આધુનિક સારવાર પદ્ધતિઓ અને રોજગારની નવી તકો વિશે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ઉપસ્થિત તમામ તાલીમાર્થીઓએ આ સેમિનારને અત્યંત જ્ઞાનવર્ધક અને વ્યવસાયલક્ષી ગણાવી આયોજકોનો આભાર માન્યો હતો
    Click here to Read More
    Previous Article
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું:સેટેલાઇટ ઇમેજમાં ગાઢ વાદળો દેખાયા; યુપી-બિહાર સહિત 18 રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ
    Next Article
    Entry To Kolkata Airport Mosque Stopped, Chief Minister Suvendu Adhikari Backs Move

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment