Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ચાર્જિંગ દરમિયાન ત્રણ ઇલેક્ટ્રિક બાઈકમાં આગ:મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે ઘટના બની, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

    2 days ago

    ગોધરા શહેરના ચર્ચ સર્કલ નજીક આવેલા મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે ચાર્જિંગમાં મૂકવામાં આવેલી ત્રણ ઇલેક્ટ્રિક બાઈકમાં આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણેય બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગની જાણ થતાં જ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની તીવ્રતાને કારણે ચાર્જિંગમાં રાખવામાં આવેલી ત્રણેય ઇલેક્ટ્રિક બાઈક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હતી. ઘટનાની જાણ થતાં ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ ઇશાંત સોની અને કારોબારી સમિતિના સભ્ય આનંદ ઘડિયાળી પણ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    1 વર્ષમાં શેરમાં 1300 ટકા સુધી રિટર્ન, રોકાણના નામે પોલમપોલ:ભાસ્કરે ગુજરાતની 6 કંપનીની રિયાલિટી તપાસી, ફેક્ટરીના સરનામે ક્યાંક ઝેરોક્ષની દુકાન, ક્યાંક બાવળિયા
    Next Article
    Kerala doctor lost 31 kg on an experimental obesity drug: What are side effects and challenges?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment