Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાદરા કેનાલમાંથી મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો, મર્ડર થયાનો ઘટસ્ફોટ:સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ હત્યારો નીકળ્યો!, તીક્ષ્ણ હથિયારના ઝીંકી હત્યા કરી લાશને કેનાલમાં નાખી દીધી

    12 hours ago

    વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીની પાદરા નજીક કેનાલમાંથી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. મૃતક પાર્વતીબેન નરેશભાઈ ઠાકોર, જેઓ મૂળ પાલેજના રહેવાસી હતા અને SSG હોસ્પિટલમાં નોકરી કરતા હતા, તેમની હત્યા કરાયેલી મૃતદેહ પાદરા સાંગમાં કેનાલમાંથી મળી આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને હજુ ઓળખ પરેડ બાકી હોવાથી તે આરોપીને બતાવવામાં આવ્યો નથી. સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ હત્યારો નીકળ્યો આ ઘટનાને અંજામ આપનાર બીજો કોઈ નહીં પરંતુ સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો મહેશ ચૌહાણ નામનો ઇસમ હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ આરોપી મૂળ પાદરાના સાંગમાં ગામનો વતની છે અને કેનાલ પાસે જ તેનું ખેતર અને મકાન આવેલું છે. તીક્ષ્ણ હથિયારના ઝીંકી હત્યા કરી લાશને કેનાલમાં નાખી દીધી આ મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને બેરહેમી પૂર્વક હત્યા કરી નાખી લાશને બાજુમાંથી પસાર થતી કેનાલમાં નાખી દીધી હોવાની વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે. આ મહિલાની હત્યા કોઈ પ્રેમ પ્રકરણમાં થઈ કે પછી કોઈ અન્ય કારણ છે તે તો પોલીસ મીડિયા સમક્ષ માહિતી આપશે ત્યારે જ ખબર પડશે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું, આરોપી ઝડપાયો જિલ્લા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તેના વિશેરા પણ લેવામાં આવ્યા છે. આ મહિલાની હત્યા પહેલા તેની સાથે કોઈ અવ્યવહારુ થયો છે કે કોઈ અઘટિત ઘટનાને અંજામ આરોપીએ આપ્યો છે કે કેમ? તે તમામ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવશે. પોલીસે આગળની તપાસ શરૂ કરી પરંતુ આ આરોપી સાથે અન્ય કોની સંડોવણી છે ને?, આ આરોપી સાથે મહિલાના સંબંધ શું હતા?, હત્યા પાછળનું કારણ શું છે?, હત્યા કરી આરોપી ફરાર કયાં થયો? શાના વડે હત્યા કરી તે તો પોલીસ મીડિયા સમક્ષ માહિતી આપશે ત્યારે જ ખબર પડશે. હાલમાં ઉચ્ચ અધિકારીઓ અને તપાસ અધિકારી મીડિયાને કોઈ પણ માહિતી આપવા તૈયાર નથી. ત્યારે ઉચ્ચ અધિકારીઓ હત્યા જેવી ઘટનામાં પણ વાહવાહી માટે પ્રેસ કોન્ફરન્સ બાદ પોતાની કામગીરીની પ્રશંસા કરશે.
    Click here to Read More
    Previous Article
    राजस्थान में तबादले पर झोल! 3 महीने पहले हुई मौत, अब मिला चार्ज; जिस विधायक से कराई सिफारिश; उसे भी थमा दी तैनाती
    Next Article
    Actor Muzammil Ibrahim Reacts After Old Claims About Breaking Up With Deepika Padukone Go Viral: 'The Respect Was Lost In Editing'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment