Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિલિંગ્ડન ડેમ પર ઝેરી દવા પી યુવકે જિંદગી ટૂંકાવી:આપઘાતનું કારણ અકબંધ, મૃતક ઝાંઝરડા રોડ વિસ્તારનો રહેવાસી

    1 day ago

    જૂનાગઢના વિલિંગ્ડન ડેમ પર આવેલા ડુંગર પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આપઘાતનું કારણ અકબંધ છે. 40 વર્ષીય યુવકે આત્મહત્યા કરી જૂનગાઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રાકેશ જેઠવા નામના યુવાનનો વિલિંગ્ડન ડેમ પરના ડુંગર પરથી મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, તેમણે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ​આ ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ પોલીસ અને વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ આ દુઃખદ ઘટના અંગે યુવકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પરિવારના સભ્યના આવા અચાનક મોતના સમાચાર મળતા જ પરિવારમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે. આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરાઈ ​યુવકે કયા કારણોસર આટલું આકરું પગલું ભર્યું અને ઝેરી દવા પીને આપઘાત કર્યો, તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. હાલ પૂરતું આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને પરિવારના નિવેદનો નોંધ્યા પછી જ આપઘાત પાછળનું સાચું કારણ બહાર આવશે.
    Click here to Read More
    Previous Article
    ટીમ ઇન્ડિયામાં મિશન 'ક્લીન બોલ્ડ'?:ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફારની તૈયારી, ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ સામે શરમજનક હાર બાદ ગંભીરના વિશ્વાસુની થઈ શકે હકાલપટ્ટી
    Next Article
    Khushbu Sundar Slams Trolls Targeting Her Daughters: "Never Mess With A Mother"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment