Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સી.જી. રોડ પર ‘પોલીસ’ લખેલી કારે દંપતીને મારી ટક્કર:ગાડીમાંથી મળ્યો પોલીસનો યુનિફોર્મ, લોકોનો આક્ષેપ- કારચાલક ફૂલ નશામાં હતો

    11 hours ago

    અમદાવાદ શહેરના પોશ ગણાતા સી.જી. રોડ પર મોડી રાત્રે એક ચોંકાવનારો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. એક બેફામ સ્પીડે આવી રહેલી કારે વળાંક પર ટુ-વ્હીલર ચાલક દંપતીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. લોકોએ જ્યારે અકસ્માત સર્જનાર કારની તપાસ કરી, ત્યારે કારના આગળના ભાગે 'પોલીસ' લખેલી પ્લેટ મળી આવી હતી, તેમજ ગાડીની અંદરથી પોલીસની વર્ધી પણ મળી આવતા સ્થળ પર ભારે હોબાળો મચી ગયો હતો. વળાંક પર દંપતીને લીધું અડફેટે આ ઘટનાની વિગતો મુજબ મોડી રાત્રિના સમયે સી.જી. રોડ પરથી એક દંપતી પોતાના ટુ-વ્હીલર પર પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન એક અજાણ્યા કાર ચાલકે વળાંક પર પોતાના વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને દંપતીના ટુ-વ્હીલરને અડફેટે લીધું હતું. કારની ટક્કર વાગવાના કારણે દંપતી રોડ પર નીચે પટકાયું હતું. સદનસીબે આ અકસ્માતમાં દંપતીને સામાન્ય ઈજાઓ થઈ હતી અને કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. અકસ્માત થતાં જ લોકોએ તુરંત દોડી આવી કાર ચાલક અને તેમાં બેઠેલા અન્ય લોકોને નીચે ઉતાર્યા હતા. કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો ગંભીર આક્ષેપ કારમાંથી પોલીસની વર્દી મળી આવતા એકત્રિત થયેલા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવી ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થળ પર હાજર નાગરિકોએ અત્યંત ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અકસ્માત સર્જનાર કારનો ચાલક સંપૂર્ણપણે નશાની હાલતમાં હતો. દારૂના નશામાં ધૂત હોવાના કારણે જ તેણે વળાંક પર બાઇક સવાર દંપતીને ટક્કર મારી હોવાનું લોકોનું કહેવું હતું. આ ઘટનાને પગલે મોડી રાત્રે સી.જી. રોડ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભોગ બનનારે ફરિયાદ ન આપી આ ચકચારી મામલે અમદાવાદના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ (PI) આર.એસ. પટેલે જણાવ્યું હતું કે, મોડી રાત્રે અકસ્માત અંગેની માહિતી મળતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે, આ અકસ્માતમાં ભોગ બનનાર દંપતી તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ આપવામાં આવી નથી. અકસ્માત કરનાર કાર ખરેખર પોલીસ વિભાગની જ હતી કે કેમ, તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે ભવિષ્યમાં જો કોઈ લેખિત ફરિયાદ નોંધાશે, તો કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પૂરના પાણીમાં કોબ્રા સહિત એકસાથે 900 સાપ વહી ગયા!:ચીનમાં પૂર વચ્ચે લોકોમાં ભારે ફફડાટ, જીવ બચાવવા ઘરમાં કેદ થયા; રુંવાડા ઊભા કરતો VIDEO વાયરલ
    Next Article
    ઓસ્ટ્રેલિયામાં વડતાલધામને ભેટ મળી:ન્યુ સાઉથ વેલ્સના રિવર્સટોનના સ્ટેટ મેમ્બર વોરેન કીર્બીએ સિડની મંદિરને 1 લાખ ડોલરની કોમ્યુનિટી વાન અર્પણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment