Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇંગ્લેન્ડ સામે ભારતની માઠી દશા બેઠી:ટીમ ઈન્ડિયાએ પાંચમી વિકેટ ગુમાવી, ઈશાન કિશન પછી શિવમ દુબે પણ આઉટ થયો

    2 days ago

    ઇંગ્લેન્ડે પાંચમી T20માં ભારતને 258 રનનો ટાર્ગેટ આપ્યો. સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલમાં પહેલા બેટિંગ કરતા ઇંગ્લિશ ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 257 રન બનાવ્યા. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 18 ઓવરમાં 189/6 છે. ટીમ તરફથી સૂર્યાંશ શેડગે અને અક્ષર પટેલ ક્રિઝ પર છે. જોસ બટલરે 64 બોલમાં 131 રનની ઇનિંગ રમી. કેપ્ટન હેરી બ્રુક 45 બોલમાં 95 રન બનાવીને અણનમ પરત ફર્યો. બંનેએ બીજી વિકેટ માટે 233 રનની ભાગીદારી કરીને ભારત સામે T20માં કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો. ભારત તરફથી શિવમ દુબેએ 2 વિકેટ લીધી, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાને 1 સફળતા મળી. 15 વર્ષના વૈભવ સૂર્યવંશી આ મેચમાં પ્લેઇંગ-11નો ભાગ નથી. તેની જગ્યાએ સંજુ સેમસન પરત ફર્યો છે. વૈભવ વર્તમાન સિરીઝની ત્રણ મેચમાં માત્ર 42 રન (14, 13 અને 15) જ બનાવી શક્યો હતો. સાઉથેમ્પ્ટનમાં ટ્રાફિક જામના કારણે ભારતીય ટીમ મોડી મેદાન પર પહોંચી હતી, જેના લીધે ટૉસ 45 મિનિટ મોડો થયો હતો. ટૉસ જીતીને કેપ્ટન શ્રેયસ અય્યરે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ઇંગ્લેન્ડ પહેલાથી જ 3-0થી સિરીઝ પોતાના નામે કરી ચૂક્યું છે. તો બીજી તરફ ભારત સતત 6 T20 મેચથી જીતની રાહ જોઈ રહ્યું છે. આ મેચમાં જીત મેળવીને ઇંગ્લેન્ડ પાસે ICC T20 રેન્કિંગમાં નંબર-1 ટીમ બનવાની તક પણ છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડૉસન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને જોશ ટંગ
    Click here to Read More
    Previous Article
    S Janaki (1938-2026): Rajinikanth, Chiranjeevi and others pay tribute to legendary singer
    Next Article
    India lose No 1 T20I ranking after 56-run loss completes 4-0 sweep at hands of England

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment