Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મોદી આવે કે અમિત શાહ ઝૂકીશું નહીં':'મરી જઇશું પણ પીછેહઠ નહીં કરીએ', ખેડૂતોનો આક્રોશ પાટીદાર આંદોલનની જેમ વિકરાળ બનશે? પાંચ મુદ્દામાં સમજો

    17 घंटे पहले

    અદાણી કંપની કચ્છથી લઈ દ્વારકા, મોરબીના ગામડાંના ખેતરોમાં વીજ ટાવર નાખે છે, તેની સામે સરકારે પૂરતું વળતર ન આપતાં મોરબીના જેતપર ગામથી ખેડૂતોનું આંદોલન શરૂ થયું. 18 જૂનથી શરૂ થચેલા આંદોલનના બે તબક્કા પૂરા થઈ ગયા છે. હવે આગળ શું થશે, શું આંદોલન ઠરી જશે કે પાટીદાર અનામત આંદોલનની જેમ રાજ્યભરમાં ફેલાશે, જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં.... સવાલ-1 : અદાણીનો પ્રોજેક્ટ શું છે? જવાબ : અદાણી કંપનીની વેબસાઈટ મુજબ, અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL)ને ગુજરાતમાં પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ ગુજરાતના મુંદ્રામાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા બનાવવા માટે ગ્રીન ઇલેક્ટ્રોન્સ (નવી પદ્ધતિથી પેદા કરેલી વીજળી) સપ્લાય કરશે. આશરે 2,800 કરોડ રૂપિયાના ખર્ચવાળા આ પ્રોજેક્ટને 36 મહિનામાં પૂરો કરવાનો ટાર્ગેટ છે. મુંદ્રામાં ગ્રીન હાઇડ્રોજન- એમોનિયા બનાવવાની ક્ષમતા માટે "ટ્રાન્સમિશન સિસ્ટમ" નામના આ પ્રોજેક્ટમાં મુંદ્રા ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનને અપગ્રેડ કરાશે, જેના માટે 765 કે.વી અને 400 કે.વી.ના બે મોટા ટ્રાન્સફોર્મર લગાવવામાં આવશે. આ સબસ્ટેશનને ભુજ સબસ્ટેશન સાથે જોડવા માટે 75 કિલોમીટર લાંબી 765 કે.વી. ડબલ-સર્કિટ લાઇન બનાવવામાં આવશે. આ લાઈનમાંથી સળંગ લાઈનો નાખીને કચ્છથી બીજા રાજ્યો સુધી વીજળી પહોંચાડવાનો ટાર્ગેટ છે. કચ્છથી દ્વારકા, મોરબી, ટંકારા, વાંકાનેર, જામનગર, રાજકોટ જેવા ગુજરાતના અલગ અલગ ખેતરોમાં ટ્રાન્સમિશન ટાવર નાખવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો આ રૂટમાં મુખ્ય હોટસ્પોટ છે, જ્યાં સૌથી વધુ ટાવર નાખવામાં આવી રહ્યા છે. આ જ વાતનો વિરોધ થઈ રહ્યો છે. સવાલ-2 : ખેડૂતો આંદોલન કેમ કરી રહ્યા છે? જવાબ : અદાણી કંપની લોખંડના તોતિંગ ટ્રાન્સમિશન ટાવર ખેતરોમાં નાખે છે. કચ્છમાં ટાવર નાખ્યા પછી હવે મોરબી પંથકના ગામડાંઓમાં ટાવર નખાઈ રહ્યા છે. મોરબી પંથકના ખેડૂતોનો આરોપ એવો છે કે અમારા ખેતરમાં પૂછ્યા વગર ઘૂસીને કામ શરૂ કરી દેવાય છે. પોલીસ બંદોબસ્ત સાથે હીટાચી મશીન આવી જાય છે. ખેતરમાં ટાવર નાખે તેની સામે જે ભાવ મળવા જોઈએ તે સરકારે આપ્યા નથી. આ જ કારણ છે કે ખેડૂતોએ 18 જૂનથી મોરબીના જેતપર ગામેથી આંદોલન શરૂ કર્યું. શરૂઆતના 19 દિવસ અન્નનો ત્યાગ કરીને ઊપવાસ કરાયા હતા. આ આંદોલનના બે તબક્કા પૂરા થઈ ગયા છે. પહેલા તબક્કામાં 19 દિવસના ઊપવાસ અને બીજા તબક્કામાં 12- 12 જિલ્લાના ખેડૂતો બે દિવસ જેતપર ગામમાં ભેગા થયા હતા. સરકારે આંદોલન ઠારવા શું નિર્ણય કર્યો ખેડૂતોએ શું ગણતરી સમજાવી સવાલ-3 : શું આ આંદોલન પાટીદાર અનામત આંદોલન જેવું રૂપ લેશે? જવાબ : વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા કહે છે, આ આંદોલન પાટીદાર અનામત આંદોલન જેવું થાય એવું લાગતું નથી. કારણ કે કોઈપણ મોટા આંદોલન માટે મોટો ચહોરો જોઈએ. અત્યારે ખેડૂત આંદોલનમાં ભંગાણ પાડી દેવાયું છે. આંદોલનમાં જોડાયેલા પાટીદાર આંદોલન વખતના નેતા મનોજ પનારાની ગૌશાળા તોડવા નોટિસ આપી છે. નિલેશ એરવાડિયા અને હકુભા ગઢવીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આંદોલન નબળું પાડવાના પ્રયાસો તો થઈ રહ્યા છે. પણ ખેડૂતોનો મુદ્દો સાવ સાચો છે. વિદેશમાં તો ખેડૂતની પરમિશન વગર ખેતરમાં પગ ન મૂકી શકાય ને અહીંયા સીધું ખોદકામ કરી દેવાય છે. મોરબીના ધારાસભ્ય, સરકારાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ આંદોલન ઠારવા પ્રયાસો કર્યા પણ આંદોલન ઠર્યું નહીં. એનો મતલબ એ કે ચિનગારી તો છે જ. કૌશિકભાઈએ એમ પણ કહ્યું કે, દરેક આંદોલનની શરૂઆત આવી રીતે જ થતી હોય છે. આ આંદોલન સીધું અદાણી સામે છે અને પ્રશ્ન ખેડૂતોનો છે. ગુજરાતનો ભૂતકાળ જોઈએ તો ખેડૂત આંદોલનો સફળ થયા નથી. પાટીદાર આંદોલનમાં તો જ્ઞાતિની વાત હતી, આમાં તમામ જ્ઞાતિના ખેડૂતો છે. બંને આંદોલનમાં ફરક છે. આ આંદોલન ઊભું થવાનું કારણ એક જ છે કે આપણે ત્યાં સિસ્ટમનું સ્ટ્રક્ચર નથી. ખેડૂતો કોઈ ચોક્કસ જગ્યાએ જઈને પોતાની માગણી મૂકી શકે, રજૂઆત કરી શકે તેવું નથી. અત્યારે ખેડૂતોની કમિટિ બનાવવાની વાત ચાલે છે. કમિટિ બને ત્યારે સાચું. સવાલ-4 : આંદોલન પાછળ કોઈ સ્ટ્રેટેજી છે? જવાબ : મોરબીથી 20 કિમી દૂર આવેલા જેતપર ગામે ઉપવાસી છાવણીનો મંડપ ઊભો કરાયો છે. છાવણીમાં સરદાર પટેલની પ્રતીમા છે. મુખ્ય બેનર હિન્દીમાં છે. તેમાં લખેલું છે- निजी कंपनी की बिजली लाईन के खिलाफ किसानों का अनिश्चितकालिन आमरण अनसन- उसवास छावनी. હિન્દીમાં લખ્યું, તેનો મતલબ એવો કે રાષ્ટ્રીય સ્તરે આંદોલનની નોંધ લેવાય તેવો હેતુ છે. મુખ્ય મંચની બરાબર આગળ વીજ ટાવરમાં ખેડૂતોએ ફાંસો ખાધો હોય તેવું મોડેલ ઊભું કરાયું છે. નોંધવા જેવી વાત એ છે કે છાવણીની આસપાસ બેનરો લાગેલા છે. તેમાં લખ્યું છે- રાજકીય પક્ષ ધરાવતા કોઈપણ પાર્ટીના કોઈપણ વ્યક્તિએ આ ઉપવાસ છાવણીમાં આવવું નહીં. આ ઉપવાસી છાવણી સંપૂર્ણ બિનરાજકીય છે. અહીં કોઈને રોટલા શેકવા મળશે નહીં. આનો સીધો અર્થ એ થયો કે ખેડૂતો આંદોલનને રાજકીય રંગ આપવા માગતા નથી. મોદી આવે કે અમિત શાહ, અમે ઝૂકીશું નહીં: મંત્રીના ભાઈએ આપ્યો સંકેત ખેડૂતોના આંદોલનમાં રાજ્ય સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સગાભાઈ રાકેશ અમૃતિયા (કાળુભાઈ) પણ જોડાયા છે. રાકેશભાઈએ કહ્યું કે, આ સ્વયંભૂ આંદોલન છે. અત્યાર સુધીમાં 24 જિલ્લાના ખેડૂતો આંદોલનમાં જોડાઈ ચૂક્યા છે. હજી 5 જિલ્લા વધવાના છે. 9 જુલાઈએ 95 ગામના સરપંચો ગામના લોકોને લઈને જેતપર આવ્યા હતા. નહીં નહીં તો ય 9 લાખથી વધારે ખેડૂતો આ આંદોલનને સમર્થન આપી ચૂક્યા છે. અહીં મારા બાપ-દાદાની 200 વીઘા જમીન છે. તેમાં ટાવર નાખી દે તો શું કરવાનું? હવે પોલીસ, તંત્ર બધા દાદાગીરી પર ઉતરી આવ્યા છે. નાનાં ખેડૂતોને 25 વીઘા જમીન હોય, કોઈને 5 વીઘા જમીન હોય. એમાં બે ટાવર નાખી દે તો ખેતી કેવી રીતે થાય? ખેતરમાં એક ટાવર પણ નખાઈ જાય એટલે માર્કેટ પ્રાઈસ ગગડીને તળિયે જાય. રાકેશભાઈ કહે છે, મારો ભાઈ ગુજરાત સરકારમાં મંત્રી છે. છતાં હું ખેડૂતો સાથે જોડાયો છું. એ એનું કામ કરે, હું મારું કામ કરું છું. ખેતરમાં પૂછ્યા વગર વીજ ટાવર નાખવા લાગ્યા છે. પૈસા મળ્યા નથી. કચ્છમાં તો ત્રણ વર્ષ પહેલાંના ટાવર નખાઈ ગયા છે, હજી સુધી ત્યાંના ખેડૂતોનો પૈસા મળ્યા નથી. ખેડૂતની હાલત જોઈને હું કાળઝાળ થયો છું. હવે તો અમે ખેડૂતોએ નક્કી જ કરી લીધું છે કે મરવું પડે તો મરી જશું પણ આંદોલન નહીં છોડીએ. હું વર્ષોથી રાજનીતિ જોતો આવ્યો છું. મારા મામા અમુભાઈ અઘારા 1985થી 1990 ધારાસભ્ય હતા. બાબુભાઈ જસભાઈ પટેલ, કેશુભાઈ પટેલથી લઈને અત્યાર સુધીની બધી રાજનીતિ જોઈ છે. એટલે જેતપરમાં આંદોલન ઠારવા હવે મોદી સાહેબ કે અમિતભાઈ શાહ પણ આવશે તો અમે નમતું જોખવાના નથી. જેતપરથી પાટીદાર આંદોલન મેં જ શરૂ કરાવ્યું હતું. એ વખતે બસનું ભાડું મેં જ આપ્યું હતું. પણ આ વખતે આંદોલન અહિંસક કરવું છે. અમે રણનીતિથી આગળ વધીશું. જેતપરના ખેડૂત આગેવાને જણાવ્યો રોડમેપ જ્યાં ખેડૂત આંદોલનનું કેન્દ્ર બિંદુ છે તે જેતપર ગામના ખેડૂત આગેવાન નિકેત પંચાસરા કહે છે, ખેતરમાં વીજળીના ટાવર નાખવાની અમારી શરતો છે. આ શરતો જે ખેડૂતોને માન્ય હોય, તે ખેડૂતો આંદોલનમાં આવે. જેને અત્યારનો સરકારી ભાવ માન્ય છે તે આંદોલનમાં ન આવે. આ સ્પષ્ટ મેસેજ અમે આપ્યો છે. 8 જુલાઈએ 12 જિલ્લાના ખેડૂતો આવ્યા હતા. 9 જુલાઈએ બીજા 12 જિલ્લાના ખેડૂતો આવ્યા. એટલે ગુજરાતના 34 માંથી 24 જિલ્લાના ખેડૂતો તો અમારી સાથે આવી ગયા છે. બધા ખેડૂતો ગ્રામ પંચાયતના લેટર પેડ પર એવું લખીને લાવે છે કે, અમને સરકારે આપેલા ભાવ માન્ય નથી. આ બે દિવસમાં 24 જિલ્લાના ખેડૂતોના, ગામના સરપંચોના લેટરપેડ આવી ગયા. ગામના આગેવાનોના નામ આવી ગયા. હવે અમે તબક્કાવાર કમિટિ બનાવવાના છીએ. પહેલા ગામડાંની કમિટિ બનશે, પછી તાલુકાની, પછી જિલ્લાની અને છેલ્લે ગુજરાતની ખેડૂત કમિટિ બનશે. આ આંદોલન લાંબુ ચાલશે, ગાંધીજીના પગલે ચાલશે ને મક્કમતાથી રણનીતિ બનાવીને ચલાવવામાં આવશે. સવાલ-5 : આંદોલન દિશાવિહિન છે કે ગુજરાતભરમાં ફેલાશે? જવાબ : પાટીદાર અનામત આંદોલનનો ચહેરો રહેલા મનોજ પનારાએ કહ્યું કે, આ આંદોલન માત્ર ને માત્ર ગાંધીજીના પગલે થવાનું છે. પાટીદાર અનામત આંદોલનની વાત અલગ હતી. તે જ્ઞાતિનું આદોલન હતું. આમાં તમામ જ્ઞાતિના ખેડૂતો છે. ચોક્કસ રણનીતિ સાથે આંદોલન આખા ગુજરાતમાં ફેલાશે એ નક્કી. હું જ્યારથી ખેડૂત આંદોલનમાં જોડાયો ત્યારથી ભાજપ સરકારનું મારા પર પ્રેશર છે. મારા બિઝનેસને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કરે છે. મોરબીના ધૂળકોટ ગામે આવેલી ગૌશાળામાં હું પ્રમુખપદે હતો. 7 જુલાઈએ ગૌશાળા પાડવાની નોટિસ મળી. મારા કારણે 300 ગાય નિરાધાર થાય તેના કરતાં મેં રાજીનામું આપી દીધું. ભાજપ સરકારની આ કેવી નીતિ? કોઈને સેવા પણ નહીં કરવા દેવાની? હું ગૌશાળામાં એને ક્યાં નડ્યો? હું ભલે આંદોલનમાં સીધી રીતે નથી પણ પડદા પાછળથી કામ તો કરું જ છું. શ્રી સરદાર પટેલ સેવા દળ- SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે કહ્યું કે, સરકાર સામે લોકોમાં આક્રોશ છે, આ ખેડૂત આંદોલન તેનું જ પરિણામ છે. ખેડૂતોની ટ્રેક્ટર રેલી સફળ થઈ. આ આંદોલન વેગ પકડી શકે છે પણ તેને મજબૂત લીડરની જરૂર છે. અત્યારે ખેડૂતોના આંદોલનને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે પણ સ્વયંભૂ જુવાળ છે એટલે આંદોલન નબળું તો નહીં પડે. ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર છે તો ક્યાં કોઈને પૂછવાનું છે. ખેડૂતોની માગણી છે એટલું વળતર આપી દો. અમે તો ખેડૂત આંદોલનને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. આખી વાતનો સાર એ છે કે અત્યારે ખેડૂત આંદોલનની ચોક્કસ દિશા નથી. માત્ર વિરોધ છે. બધા ખેડૂતો પોતપોતાના પ્રશ્નો લઈને જેતપર પહોંચી રહ્યા છે. કોઈને જમીન કપાતના ભાવ નથી મળતા, કોઈના ખેતરમાંથી કેનાલ નીકળી છે તેનો વાંધો છે, કોઈને ટાવર સામે વાંધો છે. વિપક્ષ પાસે આને હથિયાર બનાવવાની તક છે પણ જ્યાં સુધી આંદોલનને મજબૂત નેતૃત્વ નહીં મળે ત્યાં સુધી તેની અસર દેખાશે નહીં. જતાં જતાં… ગુજરાતમાં ખેડૂત આંદોલનોનો ઈતિહાસ રહ્યો છે…
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર રેડક્રોસે દિવ્યાંગ યુવાનને વ્હીલચેર અર્પણ કરી:દૈનિક જીવનમાં અવરજવર સરળ બને તે હેતુથી સહાય
    Next Article
    Television actor Rohit Chandel arrested under POCSO Act

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment