Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવચેતીના ભાગરૂપે કાચા મકાનમાં દવાનો છંટકાવ કર્યો:મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ

    15 hours ago

    મહીસાગર જિલ્લામાં આરોગ્ય વીભાગે ચાંદીપુરમ વાઇરસના લઇને કાચા મકાનોની તિરાડોમાં મેલેથીયોન પાવડરનો છંટકાવ કર્યો. તેમજ અગાઉ ચાંદીપુરમના કેસ મળ્યા તે વિસ્તારમાં કામગીરી હાથ ધરી હતી. મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. લુણાવાડા તાલુકાના ભલાડા સબ સેન્ટર વિસ્તારમાં એક બાળકમાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો હતો. જોકે, લેબોરેટરી તપાસમાં બાળકનો રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે. તેમ છતાં, જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં ખાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની પાંચ ટીમો દ્વારા લુણાવાડા તાલુકાના ભલાડા સબ સેન્ટર હેઠળ આવતા ગામોના કાચા મકાનોમાં મેલેથીયોન ડસ્ટિંગની કામગીરી ચાલી રહી છે. સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમો લોકોને ચાંદીપુરા વાયરસ, મેલેરિયા તથા અન્ય પાણીજન્ય અને વાહકજન્ય રોગોથી બચવા અંગે જાગૃત કરી રહી છે. લોકોને સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા અને તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી રહી છે. આમ, મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે સાવચેતીના પગલાં રૂપે આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ બનીને કાર્યરત છે.
    Click here to Read More
    Previous Article
    માધવપુર પંથકમાં મગફળી વાવણી શરૂ:વરસાદ બાદ ખેતરોમાં પાણી ઓસરતા વાવેતર તેજ બન્યું
    Next Article
    Dhamaal 4 box office collection day 1: Ajay Devgn’s comedy earns Rs 21.5 cr worldwide, can’t surpass Akshay film

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment