Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રમત-રમતમાં ગાયબ થયા ત્રણ ભાઈ-બહેન:શ્રમિક પરિવારના બાળકોની સીસીટીવી ફૂટેજ અને અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ શરૂ

    1 day ago

    સુરતના અલથાણ વિસ્તારમાં શ્રમિક પરિવારના ત્રણ માસૂમ બાળકો અચાનક ગુમ થઈ જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અલથાણના સુધર્મભવન પાસે રહેતા એક શ્રમિક પરિવારના ત્રણેય બાળકો શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ પોતાના ઘર નજીક રમી રહ્યા હતા. આ દરમિયાન રમતાં-રમતાં ત્રણેય બાળકો ક્યાંક નીકળી ગયા હતા અને મોડી સાંજ સુધી પરત ફર્યા નહોતા. ગુમ થયેલા માસૂમ બાળકોમાં 13 વર્ષની અને 6 વર્ષની બે બાળકીઓ તથા એક 9 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. એકસાથે ત્રણ-ત્રણ બાળકો ગાયબ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પરિવારે સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરી પણ પત્તો ન લાગ્યો બપોરનો સમય થવા છતાં પણ બાળકો લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા શ્રમિક માતા-પિતા ચિંતિત બન્યા હતા. પરિવારજનોએ તાત્કાલિક આસપાસના તમામ રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ, મિત્રો તેમજ સગા-સંબંધીઓને ત્યાં તપાસ આદરી હતી. બાળકો મળી શકે તેવા તમામ સંભવિત સ્થળોએ શોધખોળ કરવા છતાં મોડી સાંજ સુધી ત્રણેય ભાઈ-બહેનોનો કોઈ પત્તો કે વાવડ મળ્યા નહોતા. અંતે કોઈ આશા ન જણાતા અને અનિચ્છનીય ઘટનાનો ડર સતાવતા ચિંતિત પરિવારે આ અંગે પોલીસનો સંપર્ક કરવાનું નક્કી કર્યું હતું. અલથાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે બાળકોના કોઈ સગડ ન મળતા આખરે સમગ્ર મામલો અલથાણ પોલીસ મથકે પહોંચ્યો હતો. એક જ પરિવારના ત્રણ સગીર વયના બાળકો ગુમ થયા હોવાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો દોડતો થયો હતો અને શ્રમિક પરિવારની મુલાકાત લઈ બાળકોના વર્ણન અને છેલ્લે પહેરેલા કપડાં અંગેની વિગતો મેળવીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ શરૂ માસૂમ બાળકોને વહેલી તકે શોધી કાઢવા માટે અલથાણ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે સુધર્મભવન આસપાસના વિસ્તારો તેમજ સોસાયટીના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને મુખ્ય રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તેની બારીકાઈથી તપાસ શરૂ કરી છે. પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક લોકોની પૂછપરછના આધારે બાળકો કઈ દિશામાં ગયા છે તેની કડી મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Spain vs Belgium, FIFA World Cup 2026 Live Updates: Two changes for BEL, one for ESP
    Next Article
    Heartwarming Video Shows Woman Surprising Mother With Gold Using First Paycheck

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment