Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર બોખીરા આવાસમાં છત તૂટી પડી:મોટી દુર્ઘટના ટળી, રહીશોમાં ફફડાટ, રિપેરિંગની માંગ

    15 hours ago

    પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલી સરકારી આવાસ યોજનાની ઇમારતો જર્જરિત હાલતમાં છે. ચોમાસાની શરૂઆત થતાં જ અહીંના મકાનોની છત તૂટી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. તાજેતરમાં, આવાસના બ્લોક નંબર ૨૯ માં રહેતા ભાવનાબેન નામના મહિલા ગેલેરીમાં કપડાં સુકવવા ગયા ત્યારે અચાનક ઉપરની છતનો ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે, ભાવનાબેન આ અકસ્માતમાં સહેજમાં બચી ગયા હતા. અન્ય બ્લોકના રહીશોએ પણ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ અવારનવાર બની રહી છે. અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ ભવિષ્યમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે તેવી આશંકા છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને, નાના બાળકો અને વડીલોની સુરક્ષા અંગે સ્થાનિક લોકો ચિંતિત છે. રહીશોની માંગ છે કે નગરપાલિકા દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે અને જર્જરિત બિલ્ડિંગોનું તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરવામાં આવે, જેથી કોઈ મોટી હોનારતને ટાળી શકાય.
    Click here to Read More
    Previous Article
    શેખ હસીનાએ કહ્યું- ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પાછી ફરીશ:કોર્ટમાં સરેન્ડર કરીશ, હત્યા થઈ જાય તો પણ મંજૂર, દેશની માટી પર મરવા માંગુ છું
    Next Article
    DPSની બસે અડફેટે લેતા મોપેડ પર જતા યુવકનું ઘટનાસ્થળે મોત:ડ્રાઇવર-કંડકટર બસ અને બાળકોને મૂકીને ફરાર, લોકોના ટોળા ઉમટ્યાં, અમદાવાદની ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment