Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાત મહિનાથી રાજીનામુ મંજુર ન કરી મને ધમકીઓ આપે છે:ખેડૂતો સાથે અત્યાચાર અને અન્યાય થાય છે નાના માણસોને ન્યાય નથી મળતો માટે પોલીસમાંથી રાજીનામુ આપી સમાજ સેવા કરવા માંગુ છું : પોલીસ કોન્સ્ટેબલ

    20 hours ago

    રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાગર ઝાપડિયાએ સાત મહિના પૂર્વે નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામુ આપ્યું હતું જો કે રાજીનામુ મંજુર ન થતા મીડિયા સમક્ષ આવી પોતાની આપવીતી જણાવી હતી. તેમને જણાવ્યું હતું કે હાલના સમયમાં ખેડૂતો સાથે અત્યાચાર અને અન્યાય થાય છે નાના માણસોને ન્યાય નથી મળતો માટે હું સમાજ સેવા કરવા માંગુ છું અને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માંગુ છું કારણ કે તે ભ્રસ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે અને ખેડૂતો તેમજ યુવાનોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે. બંધારણીય હક્ક મુજબ હું નોકરીમાંથી રાજીનામુ આપી સમાજ સેવા કરવા માંગુ છું. રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા સાગરભાઈ હંસરાજભાઈ ઝાપડીયા નામના પોલીસ કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે, મેં મારી નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામુ આપ્યું છે. આજથી સાત મહિના પહેલા મેં નોકરીમાંથી રાજીનામુ આપ્યું છે અને આ માટે રૂબરૂ મળી જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી છે કે રાજીનામુ મંજુર કરી દેવામાં આવે પરંતુ આજ દિવસ સુધી મારુ રાજીનામુ મંજુર કરવામાં આવ્યું નથી. રાજીનામુ આપવાનું કારણ એ છે કે હાલના સમયમાં ખેડૂતો સાથે અત્યાચાર અને અન્યાય થાય છે નાના માણસોને ન્યાય નથી મળતો એટલા માટે મેં રાજીનામુ આપ્યું છે. આજે સાત મહિના થવા છતાં મારુ રાજીનામુ મંજુર કરવામાં નથી આવી રહ્યું એટલું જ નહિ મને ધમકી આપવામાં આવી રહી છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, મારા પરિવારના સભ્યો પણ જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળવા ગયા હતા અને કહ્યું હતું કે મારા દીકરાનું રાજીનામુ મંજુર કરી આપો એ સમાજ સેવા કરવા માંગે છે તો એનું રાજીનામુ મંજુર કરી આપવા વિનંતી છે. પરંતુ આમ છતાં SP સાહેબ દ્બારા મને અને મારા પરિવારને એવું કહેવામાં આવે છે કે તમારા દીકરાને કહો ચુપચાપ નોકરી કરે. નોકરી નહિ કરે તો તેમને ખોટા કેસ કરી લોકપમાં બેસાડી દેશું એની જિંદગી બરબાદ કરી દેશું. મને અને મારા પરિવારને ધમકી મળતા મેં રેન્જ IG સાહેબને લેખિત રજુઆત કરી હતી આ પછી એક મહિના સુધી કોઈ જવાબ ન મળતા મેં ગુજરાતના પોલીસ વડાને લેખિત રજુઆત કરી હતી. મને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ખોટી રીતે 100 કિલોમીટર દૂર બદલી કરી દેવામાં આવી હતી જેથી ગુજરાત પોલીસ વડા ને લેખિત રજુઆત કરી હતી. માનવ અધિકાર પંચને પણ આ લેખિત રજુઆત કરી હતી. આમ છતાં મને કોઈ જગ્યાએથી ન્યાય નથી મળી રહ્યો. ભારતના બંધારણ મુજબ દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર છે માટે હું રાજીનામુ આપી મારી રીતે જીવન જીવવા માંગુ છું મારે નોકરી નથી કરવી એટલે મેં રાજીનામુ આપ્યું છે. રાજનીતિ વિશે પૂછવામાં આવતા પોલીસ કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે, હું વ્યક્તિગત વાત કરું તો મને આમ આદમી પાર્ટીની વિચારધારા ગમે છે જે ભ્રસ્ટાચાર સામે લડે છે યુવાનો માટે અવાજ ઉઠાવે છે. ખેડૂતો માટે હમેશા આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવી રહી છે માટે મને એમની વિચારધારા ગમે છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ કિનારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો:પોલીસ તપાસ શરૂ, પોસ્ટમોર્ટમથી ઓળખ અને મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે
    Next Article
    K-Actors IU And Lee Jong-Suk Break Up After 4 Years Of Dating: 'Decided To Remain Good Colleagues'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment