Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોત્રી ગાર્ડનમાં વોકિંગ ટ્રેક પર મોટો ભૂવો:પેવર બ્લોક બેસી જતા મોર્નિંગ વોકર્સ, સિનિયર સિટિઝન્સ મુશ્કેલીમાં મુકાયા, કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી સામે આવી

    1 day ago

    વડોદરા મહાનગરપાલિકાની હલકી ગુણવત્તાવાળી કામગીરી હવે માત્ર જાહેર માર્ગો પૂરતી સીમિત નથી રહી, પરંતુ શહેરીજનોના આરામ અને સ્વાસ્થ્ય માટે બનાવાયેલા બગીચાઓ સુધી પહોંચી ગઈ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ગાર્ડનમાં ભ્રષ્ટાચાર અને નબળા ક્વોલિટીના કામનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે. અહીં મોર્નિંગ અને ઇવનિંગ વોક માટે બનાવવામાં આવેલા સ્પેશિયલ વોકિંગ ટ્રેક ઉપર મોટા ભૂવા પડી ગયા છે. સિનિયર સિટિઝન્સ, મહિલાઓ અને બાળકોને ભારે હાલાકી વોકિંગ ટ્રેક પર લગાવવામાં આવેલા પેવર બ્લોક એકાએક જમીનમાં બેસી જતાં આખો રસ્તો બિસ્માર બન્યો છે, જેના કારણે બગીચાની મુલાકાતે આવતા સિનિયર સિટિઝન્સ, મહિલાઓ અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગાર્ડનમાં રોજ સવાર-સાંજ સેંકડો લોકો વોકિંગ અને કસરત કરવા માટે આવતા હોય છે. નાગરિકોની સુવિધા માટે બનાવાયેલ ટ્રેક ઉપરના પેવર બ્લોક અચાનક જ બેસી પડતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ટ્રેક ઉપર કામ ચલાઉ બેરીકેટ મૂકી દેવાયા વહેલી સવારે અથવા રાત્રિના અંધારામાં કોઈ જાગૃત નાગરિક આ ખાડાઓમાં ખાબકે નહીં અને કોઈ મોટી જાનહાની કે ઇજા ન થાય તે માટે તંત્ર દ્વારા હાલ પૂરતા કામચલાઉ બેરીકેટ્સ મૂકી દેવામાં આવ્યા છે. જોકે, આ પ્રકારની કામચલાઉ વ્યવસ્થાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ગાર્ડનમાં સવારે અને સાંજે હજારો લોકો વોક કરવા આવે છે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે લોકો અહીં કસરત કરવા માટે આવે છે. ત્યારે તેમાં કોઈને ઇજા કે નુકસાન ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવા માંગ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ ઠેર ઠેર ભૂવા પાડવાની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની હલકી ગુણવત્તાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, પાલિકાના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી નબળી કામગીરી અહીં ઉડીને આંખે વળગી રહી છે. જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ગાર્ડન ટૂંકા ગાળામાં જ બિસ્માર થઈ ગયા છે. સ્થાનિકોએ વહેલી તકે આ ટ્રેકનું યોગ્ય રિપેરિંગ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    El Niño could develop into strongest since 1950: What it means for India
    Next Article
    આર્ય કન્યા ગુરુકુળમાં કોલાજ ચિત્ર સ્પર્ધા યોજાઈ:75 વિદ્યાર્થિનીઓએ વિવિધ સામગ્રીથી આકર્ષક કૃતિઓ બનાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment