Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાળામાં ભૂગર્ભ જળ સ્તર ઘટી જતા કુંડમાં કુદરતી જરા સુકાઇ:ઉનાઈ માતાજીના ઐતિહાસિક ગરમ પાણીના કુંડમાં સારા વરસાદ બાદ ઝરા જીવંત બન્યા

    1 day ago

    વાંસદા તાલુકાના પવિત્ર યાત્રાધામ ઉષ્ણ અંબા ઉનાઈ માતાજીના મંદિરમાં આવેલા ઐતિહાસિક ગરમ પાણીના કુંડના કુદરતી ઝરા ચોમાસાના સારા વરસાદ બાદ ફરી જીવંત બનતા ભક્તોમાં આનંદ છવાઈ ગયો છે. દર વર્ષે ઉનાળાની ઋતુ દરમિયાન ભૂગર્ભ જળસ્તર ઘટી જતાં કુંડના કુદરતી ઝરા લગભગ સૂકાઈ જાય છે. જોકે, આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થતાં જમીનની અંદરનું જળસ્તર ઊંચું આવ્યું છે, જેના પરિણામે ગરમ પાણીના કુંડમાં ફરી નવા નીર ફૂટ્યા છે અને કુદરતી ઝરા પુનઃ વહેતા બન્યા છે. આ દૃશ્ય નિહાળી સ્થાનિક ગ્રામજનો અને ભાવિક ભક્તોમાં આનંદની સાથે ગાઢ શ્રદ્ધાની લાગણી પ્રસરી છે. હાલ મોટી સંખ્યામાં ભાવિકો ઉનાઇ માતાજીના દર્શન સાથે ઐતિહાસિક ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.ભક્તોના જણાવ્યા મુજબ, કુંડના ઝરા ફરી જીવંત બનતા યાત્રાધામનું ધાર્મિક વાતાવરણ વધુ પવિત્ર અને ભક્તિમય બન્યું છે. ઉનાઈ માતાજીનું મંદિર દક્ષિણ ગુજરાતનું અતિ પ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી દર શનિવાર અને રવિવારે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. અહીં આવેલા ઐતિહાસિક ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાથી આધ્યાત્મિક શાંતિ અને આરોગ્યલાભ પ્રાપ્ત થતો હોવાની ભક્તોમાં અતૂટ શ્રદ્ધા છે. ચોમાસાની ઋતુમાં કુંડના કુદરતી ઝરા ફરી જીવંત બનતાં આગામી દિવસોમાં યાત્રાધામમાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.
    Click here to Read More
    Previous Article
    "Sexual Violence Used As A Tool Of War, Terrorism, Torture": India At UN
    Next Article
    Oil Prices On July 10: Brent Crude Steadies At $76 After Volatile Week, US-Iran Talks Continue Despite Attacks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment