Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશીનો આજે પણ ફ્લોપ શો:ભારતે ત્રીજી વિકેટ ગુમાવી; ઈશાન કિશન પછી અભિષેક સસ્તામાં આઉટ

    2 days ago

    વૈભવ સૂર્યવંશી ચોથી T20 મેચમાં પણ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તે 10 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. જોફ્રા આર્ચરે તેને સતત બીજી મેચમાં આઉટ કર્યો છે. 3 T20 રમ્યા બાદ વૈભવના બેટમાંથી અત્યાર સુધી માત્ર 42 રન જ નીકળ્યા છે. તેણે પહેલી ત્રણ મેચમાં અનુક્રમે 14, 13 અને 15 રનની ઇનિંગ્સ રમી છે. બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ પર ટીમ ઈન્ડિયાનો સ્કોર 9 ઓવરમાં 64/3 છે. ટીમ તરફથી કેપ્ટન શ્રેયસ અય્યર અને શિવમ દુબે ક્રિઝ પર છે. ઈશાન કિશન 4 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે અભિષેક શર્મા 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારત માટે આ મુકાબલો 'કરો કે મરો' સમાન છે. ઇંગ્લેન્ડ હાલ સિરીઝમાં 2-0થી આગળ છે. આ સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે અનિર્ણિત રહી હતી, જ્યારે બીજી અને ત્રીજી T20 મેચમાં યજમાન ટીમે જીત મેળવી હતી. જો આ મેચમાં ભારતનો પરાજય થશે, તો ટીમ ઈન્ડિયા 2018-19 પછી પહેલીવાર સતત બીજી T20 સિરીઝ ગુમાવશે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. ઇંગ્લેન્ડ (ENG): ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, રેહાન અહેમદ, આદિલ રશીદ, જોફ્રા આર્ચર અને જોશ ટંગ.
    Click here to Read More
    Previous Article
    As rain continues to pound Himachal, government bans all mining activities till September
    Next Article
    'Remove TVK, Falling Indian Flag': Full List Of 12 Edits Censor Board Demanded For Jana Nayagan

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment