Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ-સુરેન્દ્રનગરના બે ફરાર આરોપી ઝડપાયા:પેરોલ ફર્લો સ્કવોડે ભચાઉ અને સુરેન્દ્રનગરથી પકડ્યા

    2 days ago

    રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ની સૂચના અને સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ના માર્ગદર્શન હેઠળ, સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે બે ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ વઢવાણ અને સુરેન્દ્રનગરના જુદા જુદા ગુનાઓમાં નાસતા ફરતા હતા. પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાની ટીમે માનવીય અને ટેકનિકલ સ્રોતોનો ઉપયોગ કરીને ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન અંતર્ગત, પોલીસ કોન્સ્ટેબલ કપિલભાઈ સુમેરાને મળેલી બાતમીના આધારે, વઢવાણ પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર ચેતનભાઈ ચતુરભાઈ રાઠોડ (રહે. વઢવાણ, ગણપતિ ફાટસર, શિવ શક્તિનગર સોસાયટી)ને શિકરા, ભચાઉ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી કરીને વઢવાણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત, પેરોલ ફર્લો સ્કવોડની ટીમે હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પ્રવીણસિંહ દ્વારા મળેલી બાતમીના આધારે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં એક વર્ષથી ફરાર અસ્લમભાઈ અમિતભાઈ મુલતાની (રહે. ફિરદોશ સોસાયટી, સુરેન્દ્રનગર)ને ફિરદોશ સોસાયટી ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ચોટીલા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડ્યો પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ સબ ઇન્સપેક્ટર એન.એ.રાયમાનાઓએ પેરોલ ફર્લો ટીમના કર્મચારીઓને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એક્શન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે માર્ગદર્શન આપી સાથે રહી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવી હતી. આ અન્વયે પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરની ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સતત પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પો.કોન્સ. સરદારસિંહ જગાભાઇ બારડ દ્રારા ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી સચોટ બાતમી હકિકત મેળવી ચોટીલા પોસ્ટેના ગુન્હાના નાસતા ફરતો આરોપી ચોથાભાઇ ભનુભાઇ પરમાર રહે-સુરૈઇ નિશાળની પાછળ તા-ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને સુરૈઇ ખાતેથી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી મજકુર આરોપીનો કબ્જો યોટીલા પો.સ્ટેને સોંપવામાં આવી છે. પકડાયેલો આરોપી ચોથાભાઇ ભનુભાઇ પરમાર (રહે-સુરૈઇ નિશાળની પાછળ તા-યોટીલા જી.સુરેન્દ્રનગર)
    Click here to Read More
    Previous Article
    Asian Markets Today | July 9: South Korea's Kospi Spikes 3%, Nikkei Advances 1.5% After US-Iran Strikes
    Next Article
    FIFA World Cup: Why England, Argentina referees can’t officiate each other’s matches

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment