Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ચાલો કોલંબો, હાલો શ્રીલંકા':કનેક્ટિંગ ફ્લાઇટની ઝંઝટ ખતમ! અમદાવાદથી ફિસ્ટ એરની નોન-સ્ટોપ ફ્લાઇટ, કોલંબોમાં સિટી ઓફ ડ્રીમની મજા માણો

    17 hours ago

    ફરવાના શોખીન ગુજરાતીઓ માટે આ વખતે વેકેશન કંઈક નવું બની શકે છે. અત્યાર સુધી દુબઈ અને સિંગાપોર તરફ વળતા અમદાવાદીઓ માટે હવે શ્રીલંકાના દ્વાર ખુલી ગયા છે. ફિસ્ટ એરની અમદાવાદ-કોલંબો ડાયરેક્ટ કનેક્ટિવિટીને કારણે શ્રીલંકા પ્રવાસનનું નવું હબ બની રહ્યું છે. કનેક્ટિંગ ફ્લાઈટની ઝંઝટ છોડીને હવે અમદાવાદીઓ સીધા જ 'રાવણની લંકા'માં લેન્ડિંગ કરી શકશે. પ્રવાસીઓ માટે હવે કોલંબો અને કેન્ડી જેવા સુંદર શહેરો એક્સપ્લોર કરવાના નવી તક મળી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 19 જૂને શ્રીલંકાની FitsAir એરલાઇન્સની અમદાવાદ-કોલંબો વચ્ચેની પ્રથમ સીધી ફ્લાઇટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી એર કનેક્ટિવિટી ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રવાસન, વેપારના સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ નવી સુવિધાથી પ્રવાસનો સમય 8-12 કલાકથી ઘટીને માત્ર 3 કલાક 40 મિનિટ થઈ ગયો છે. અમદાવાદથી કોલંબોની સપ્તાહમાં ત્રણ વાર ફ્લાઈટ આ ફ્લાઇટ સપ્તાહમાં ત્રણ દિવસ સોમવાર, બુધવાર અને શુક્રવાર ઓપરેટ થાય છે. અમદાવાદથી કોલંબો: કોલંબોથી અમદાવાદ: શ્રીલંકાનું પાટનગર કોલંબો એક એવું શહેર છે જ્યાં આધુનિક ગગનચુંબી ઇમારતો અને વર્ષો જૂનો ઇતિહાસ એકસાથે જોવા મળે છે. ગુજરાતી પ્રવાસીઓ માટે કોલંબોમાં ફરવા લાયક મુખ્ય સ્થળો અને તેની ખાસિયતો લોટસ ટાવર- આ દક્ષિણ એશિયાનું સૌથી ઊંચું ફ્રી-સ્ટેન્ડિંગ સ્ટ્રક્ચર છે. તેનો આકાર કમળ જેવો છે. લોટસ ટાવરની ઊંચાઈ 356 મીટર છે. અહીંથી આખા કોલંબો શહેર અને સમુદ્રનો ૩૬૦-ડિગ્રી વ્યુ જોવા મળે છે ગંગારામય મંદિર- અહીં શ્રીલંકન, થાઈ, ભારતીય અને ચાઈનીઝ આર્કિટેક્ચરનું મિશ્રણ જોવા મળે છે. અહીં ભગવાન બુદ્ધના અવશેષો અને અનેક કિંમતી મૂર્તિઓ રાખવામાં આવી છે. બેરા લેક (Beira Lake) પાસે આવેલું સીમા માલકા સ્ટેચ્યુ અહીંનું મુખ્ય આકર્ષણ છે. ગેલ ફેસ ગ્રીન- કોલંબો શહેરમાં આવેલો આ લાંબો દરિયા કિનારો છે. જ્યાં લોકો સાંજે ફરવા અને સનસેટ જોવા આવે છે. અહીંનું સ્ટ્રીટ ફૂડ પણ બહુ ફેમસ છે. પેટ્ટા માર્કેટ: પેટ્ટા માર્કેટ કોલંબોનું લોકલ સ્ટ્રીટ માર્કેટ છે, જ્યાં કપડાં, ઈલેક્ટ્રોનિક્સ અને લોકલ હસ્તકલાની વસ્તુઓ રિઝનેબલ ભાવમાં મલી જાય છે. કોલંબો ફોર્ટ (Colombo Fort) અને ડચ હોસ્પિટલ- બ્રિટિશ અને ડચ શાસન વખતની જૂની ઇમારતો જોવા મળે છે. અહીં જૂની ડચ હોસ્પિટલને હવે શોપિંગ અને ડાઇનિંગ ઝોનમાં ફેરવી દેવામાં આવી છે. અહીં રેસ્ટોરાં અને કાફે બનાવી દેવામાં આવ્યા છે. સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા: લક્ઝરીનું નવું સરનામું કોલંબોમાં આવેલું સિટી ઓફ ડ્રીમ્સ દક્ષિણ એશિયાનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ રિસોર્ટ ડેસ્ટિનેશન છે. અહીં પ્રવાસીઓ માટે વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સિટી ઓફ ડ્રીમ્સમાં સીનેમોન લાઈફ અને નુવા હોટેલ જેવી 5-સ્ટાર હોટલોમાં 800થી વધુ લક્ઝરી રૂમ્સ છે. મનોરંજન: હાઈ-સ્ટેક્સ કેસિનો, લક્ઝરી શોપિંગ મોલ અને 17થી વધુ સિગ્નેચર રેસ્ટોરાં અને બાર અહીં આવેલા છે. સીનેમોન લાઈફમાં આવેલી ઈન્ડિયા રેસ્ટોરામાં ગુજરાતીઓની દહીપુરી- પાપડી ચાટથી, ભીંડાના શાકથી લઈને બધી જ ગુજરાતી વેરાઈટીઝ મળીરહે છે. અન્ય ફેસિલિટીઝ: ઇન્ફિનિટી સ્વિમિંગ પૂલ, વેલનેસ સ્પા, ફિટનેસ સેન્ટર આવેલું છે. 3 ઓપન બાર: 1) Flux (રૂફટોપ આઉટડોર બાર)- આ બાર ખાસ કરીને સનસેટ (સૂર્યાસ્ત) જોવા માટે અને રાત્રિના સમયે આઉટડોર નાઈટલાઈફ માણવા માટે જાણીતો છે. 2) Dreams Beats (પૂલસાઈડ બાર)- આ બાર ઇન્ફિનિટી પૂલની બાજુમાં આવેલો છે. અહીં શાંત પૂલસાઈડ વાતાવરણ હોય છે, જ્યારે સાંજ પડતા જ તે એક વાઇબ્રન્ટ નાઈટલાઈફ સ્પોટ માં ફેરવાઈ જાય છે. 3) Pool+Bar 09- આ પણ એક ખુલ્લું (Open sky) વાતાવરણ ધરાવતો બાર છે જે શહેરી લક્ઝરીનો અનુભવ કરાવે છે. અહીં મોટી સ્ક્રીન પર લાઈવ સ્પોર્ટ્સ પણ જોઈ શકાય છે. શ્રીલંકાનું હિલ સ્ટેશન કેન્ડી સિટી કેન્ડી સિટી: આ શહેર યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઇટમાં દલાડા માલિગાવા માટે પ્રખ્યાત છે. અહીં ભગવાન બુદ્ધનું ટૂથ ટેમ્પલ આવેલું છે. અહીં ભગવાન બુદ્ધના દાંતને સાચવીને રાખવામાં આવ્યો છે અને તેની પૂજા કરવામાં આવે છે. અહીં વેક્સ મ્યુઝીયમ પણ છે જેમાં શ્રીલંકાના રાજવી પરિવારોની કહાની અને કલ્ચરને સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. કેન્ડી સિટી કોલંબોનું હિલ સ્ટેશન છે. અહીંના ટોપ વ્યૂ પોઈન્ટથી આખા સિટીનો સુંદર નજારો માણી શકાય છે. Kandy Myst by Cinnamon: આ એક આધુનિક 4-સ્ટાર લક્ઝરી હોટલ છે જે કટુગાસ્તોટા રોડ પર આવેલી છે. હોટલની સુવિધાઓ: રૂફટોપ ઇન્ફિનિટી પૂલ: શહેરના સુંદર દ્રશ્યો સાથેનો સ્વિમિંગ પૂલ. ડાઇનિંગ: 'Grains' નામની ઓલ-ડે ડાઇનિંગ રેસ્ટોરાં અને 'Kosmos' સ્કાયબાર. રૂમ્સ: અહીં 215 થી વધુ આધુનિક રૂમ્સ છે જેમાં ફ્રી વાઇ-ફાઇ, સ્માર્ટ ટીવી અને એર કન્ડીશનીંગ જેવી સુવિધાઓ છે. અન્ય સર્વિસ: ફિટનેસ સેન્ટર, 24 કલાક ફ્રન્ટ ડેસ્ક અને પ્રવાસીઓ માટે આરામદાયક ટેરેસ લોન્જ.
    Click here to Read More
    Previous Article
    Modi to meet Australian PM Albanese in Melbourne today, to discuss cooperation in Indo-Pacific region
    Next Article
    फिर हमलावर हुए ईरान-इस्राईल, ट्रम्प-नेतन्याहू में कौन है बॉस?

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment