Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વધુ એક અશાંતધારાનો ભંગ:ક્રેસન્ટ સર્કલ પાસે પૂર્વ મંજૂરી વિના ઓફિસ ભાડે આપતાં માલિક અને ભાડુઆત સામે ગુનો દાખલ

    1 day ago

    ભાવનગર શહેરમાં અશાંતધારા (Disturbed Areas Act) ના નિયમોનો ભંગ થયો હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ક્રેસન્ટ સર્કલ નજીક આવેલ 'અર્થ કોમ્પ્લેક્ષ'માં ઓફિસના માલિકે સરકારની પૂર્વ મંજૂરી લીધા વિના જ ભાડાખત તૈયાર કરી કબજો સોંપી દેતાં ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે સીટી મામલતદારે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ઓફિસ માલિક તેમજ ભાડુઆત વિરૂદ્ધ કાયદેસરની ફોજદારી ફરિયાદ નોંધાવી છે. HDFC બેન્ક સામેના કોમ્પ્લેક્ષમાં નિયમો નેવે મૂકાયા બનાવ અંગે મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના સીટી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કે. બી. ચાંદલીયાએ ઘોઘારોડ પોલીસ મથકમાં મિલકત માલિક અને ભાડુઆત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ગુજરાત સરકારના જાહેરનામા અનુસાર, ભાવનગરના ક્રેસન્ટ સર્કલ અને ડોન ચોક સહિતના જુદા જુદા વિસ્તારોને અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલા છે. આ નિયમ હેઠળ ક્રેસન્ટ સર્કલ પાસે એચ.ડી.એફ.સી. બેન્કની સામે આવેલા 'અર્થ કોમ્પલેક્ષ'ની શોપ નં. 10 (ઓફિસ) પણ અશાંતધારાના દાયરામાં આવે છે. કાયદાકીય જોગવાઈ મુજબ, અશાંતધારા હેઠળ આવતી કોઈ પણ મિલકત ખરીદ-વેચાણથી આપતાં પહેલાં કે ભાડે આપતાં પહેલાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અને નાયબ કલેક્ટર કચેરીમાંથી પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે. તેમ છતાં, ઓફિસ માલિકે નિયમોનું ઉલ્લંઘન કરીને ₹૩૦૦ ના સ્ટેમ્પ પેપર પર ભાડાખત કરી મિલકત સોંપી દીધી હતી. ગુનામાં સંડોવાયેલા આરોપીઓની વિગત: તપાસ બાદ પોલીસ ફરિયાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકના પત્રોના આધારે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સ્પષ્ટ થયું હતું કે, આરોપીઓએ કોઈ પણ સરકારી પૂર્વ મંજૂરી વિના જ 10 જાન્યુઆરી,2024થી આ ઓફિસ ભાડા પટ્ટે આપી દીધી હતી, જે અશાંતધારાનો સીધો ભંગ છે. આ તપાસના રિપોર્ટના આધારે સીટી મામલતદારે ઘોઘારોડ પોલીસ મથકમાં બંને સામે સ્થાવર મિલકત તબદીલ અટકાવવા હક્ક રક્ષક અધિનિયમની કલમ-6 (d) મુજબ ગુન્હો દાખલ કરાવ્યો છે. પોલીસે મામલતદારની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Sharad Pawar meets Eknath Shinde amid ‘talks’ in NCP(SP) over joining NDA
    Next Article
    ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ ડાયવર્ટ થઈ:વરસાદને લીધે બેંગલુરુથી નવી મુંબઈની ફ્લાઇટને હિરાસર એરપોર્ટ પર લેન્ડ કરવી પડી, 125 હવાઈ મુસાફરોએ મુશ્કેલી ભોગવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment