Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશાંતધારાનો સરેઆમ ભંગ:કાળાનાળા વિસ્તારમાં પૂર્વ મંજૂરી વિના દુકાન ભાડે આપવા બદલ માલિકો અને ભાડુઆત સામે ફોજદારી ફરિયાદ

    12 घंटे पहले

    ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં અશાંતધારા (Disturbed Areas Act) ના નિયમોનો સરેઆમ ભંગ થવાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાળાનાળા સ્થિત કાર્લટન સ્ક્વેર બિલ્ડિંગની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન સરકારની પૂર્વ મંજૂરી વિના ભાડા કરાર કરી ભાડે આપી દેવા બદલ સીટી મામલતદારે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં મિલકત માલિકો અને ભાડુઆત વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા રિયલ એસ્ટેટ બજારમાં ચકચાર મચી ગઈ છે. પૂર્વ મંજૂરી વિના સ્ટેમ્પ પેપર પર કરી દીધો ભાડા કરાર આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના સીટી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કે. બી. ચાંદલીયાએ નિલમબાગ પોલીસ મથકમાં મિલકત માલિકો અને ભાડુઆત સામે ફરિયાદ નોંધાવી છે. ગુજરાત સરકારના જાહેરનામા અનુસાર, ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોને અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કાળાનાળા વિસ્તારમાં આવેલ વોર્ડ નં. 7, શીટ 189, સીટી સર્વે નં. 1095નો પણ સમાવેશ થાય છે. આ વિસ્તારમાં આવેલ 'કાર્લટન સ્કવેર' નામના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાન નંબર-26 અશાંતધારા હેઠળ આવે છે. નિયમોનુસાર, અશાંતધારો લાગુ હોય તેવા વિસ્તારમાં મિલકતની ખરીદ-વેચાણ કે ભાડે આપતા પહેલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અને નાયબ કલેક્ટર પાસેથી પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે. તેમ છતાં, મિલકતના માલિકોએ નિયમોને નેવે મૂકીને ગત 15 જાન્યુઆરીના રોજ ₹1000ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝડ ભાડાખત તૈયાર કરી દુકાનનો કબજો ભાડુઆતને સોંપી દીધો હતો. ગુનામાં સંડોવાયેલા આરોપીઓની વિગત: મિલકત માલિકો: દુકાન ભાડે રાખનાર (ભાડુઆત): મોહસીન કાસમભાઈ પરમાર (રહે. ઉપરકોટ, ખાડાવાળી શેરી, કાળાનાળા, ભાવનગર) અશાંતધારાની કલમો હેઠળ ગુનો દાખલ તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન સ્પષ્ટ થયું હતું કે, આરોપીઓએ 'ગુજરાત પ્રોહીબીશન ઓફ ટ્રાન્સફર ઓફ ઇમમુવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવીઝન ફોર પ્રોટેકશન ઓફ ટેનેટ્સ ફ્રોમ એવીકશન ફ્રોમ પ્રિમાઇસીસ ઇન ડીસ્ટર્ડ એરીયા એક્ટ, 1991' ની કલમ -4 તથા 5નો સીધો ભંગ કર્યો છે. અશાંતધારાના નિયમોના ઉલ્લંઘન બદલ સીટી મામલતદારે ત્રણેય શખ્સો સામે સ્થાવર મિલકત તબદીલ અટકાવવા હક્ક રક્ષક અધિનિયમની કલમ-6 (d) મુજબ ગુન્હો દાખલ કરાવ્યો છે. નિલમબાગ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મંત્રીપદ છતાં સાદગી યથાવત્:ત્રિકમ છાંગા જાતે જ શાકભાજી લેવા નીકળ્યા, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
    Next Article
    Tamil Nadu's Construction Industry Says Excavation Curbs Stalled Projects

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment