Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા પંચાયતની કાલે પ્રથમ સામાન્ય સભા:ચૂંટાયેલી બોડી દ્વારા વિવિધ સમિતિઓની રચના કરાશે, અધૂરા કામો માટે મુદત વધારો આપવાની દરખાસ્ત અંગે નિર્ણય થશે

    8 hours ago

    રાજકોટ જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા આવતીકાલે 9મી જુલાઇએ યોજાશે. ગત એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 36માંથી 34 બેઠકો પર વિજય મેળવ્યો હતો. ચૂંટણી પરિણામો બાદ પ્રમુખપદે સંજય પીપળીયા અને ઉપપ્રમુખપદે સામતભાઇ બાંભવા નિયુક્ત થયા હતા. જોકે, દોઢ મહિનાથી સમિતિઓની રચના બાકી હોવાથી સભ્યોમાં કચવાટ હતો, જેનો હવે અઢી મહિને અંત આવશે અને જુદી-જુદી 8 સમિતિઓની રચના કરવામાં આવશે. આ સામાન્ય સભામાં મુખ્યત્વે બે દરખાસ્તો પર નિર્ણય લેવાશે, જેમાં વિવિધ સમિતિઓની રચના ઉપરાંત સ્વભંડોળમાંથી સૂચવાયેલા અધૂરા કામો પૂરા કરવા માટે મુદત વધારો મંજૂર કરવાની દરખાસ્ત સામેલ છે. ખાસ સામાન્ય સભા હોવાથી પ્રશ્નોત્તરી રાખવામાં આવી નથી. કારોબારી, બાંધકામ, સિંચાઇ, શિક્ષણ અને આરોગ્ય જેવી મહત્વની સમિતિઓમાં સ્થાન મેળવવા હાલ સભ્યોએ લોબિંગ શરૂ કર્યું છે. કારોબારી સમિતિના ચેરમેન અગાઉથી જાહેર કરાયા છે, જ્યારે અન્ય સમિતિઓના ચેરમેનની ચૂંટણી એકાદ સપ્તાહ બાદ યોજાશે. સમિતિઓમાં અનુભવીઓને પ્રાધાન્ય મળે છે કે નવા ચહેરાઓને, તેના પર સૌની મીટ મંડાયેલી છે. રાજકોટ ડિવિઝનથી ચાલતી હાપા-મડગાંવ એક્સપ્રેસ રિશેડ્યૂલ રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર અને રદ થયેલી ટ્રેન ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગાડી સંખ્યા 22908 હાપા-મડગાંવ સુપરફાસ્ટ એક્સપ્રેસ, જે 08.07.2026 ના રોજ 21:40 કલાકે હાપાથી ઉપડવાની હતી, તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન હવે 09.07.2026ના રોજ સવારે 07:00 કલાકે ઉપડશે એટલે કે પોતાના નિયત સમય કરતાં 9 કલાક અને 20 મિનિટ મોડી દોડશે. તેની લિંક ટ્રેન (પેયરિંગ રેક) ટ્રેન નં 19577 તિરુનિલ્વેલી-જામનગર એક્સપ્રેસ 16 કલાકથી વધુ મોડી ચાલતી હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે. બીજી તરફ, રેલવે દ્વારા મુસાફરોને મોટી રાહત આપતા એક મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે. અગાઉ રદ જાહેર કરવામાં આવેલી ગાડી સંખ્યા 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ ટ્રેનને હવે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જે ટ્રેન 10.07.2026 ના રોજ પોતાની મુસાફરી શરૂ કરવાની હતી, તે હવે પોતાના નિર્ધારિત સમયપત્રક મુજબ જ દોડશે. મુસાફરોને આ ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રાનું આયોજન કરવા વિનંતી કરવામાં આવી છે. જંગલેશ્વર કૌભાંડ ઉજાગર કરનાર કર્મચારીને સજા આપવાની ભલામણ રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારને લઈને એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે કૌભાંડીઓને શોધીને તેમની સામે કડક પગલાં લેવા જોઈએ, પરંતુ અહીં સ્થિતિ બિલકુલ ઉલટી જોવા મળી રહી છે. જંગલેશ્વર વિસ્તારમાં થયેલા કથિત કૌભાંડની માહિતી અને ખર્ચના બિલો મીડિયા સુધી પહોંચાડનાર ઓડિટ શાખાના કર્મચારીને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ઓડિટ શાખાના જે કર્મચારીએ કૌભાંડના પુરાવા મીડિયાને આપ્યા હતા, તેમનું IP એડ્રેસ ટ્રેસ કરી લેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા કૌભાંડીઓને શોધવાને બદલે જે કર્મચારીએ સત્ય ઉજાગર કર્યું છે, તેની સામે ખાતાકીય પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને મહાનગરપાલિકાના અન્ય કર્મચારીઓમાં પણ ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ 90% ભરાયો:ભારે વરસાદ અને કેનાલ દ્વારા પાણી છોડાતાં ડેમની જળસપાટીમાં વધારો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
    Next Article
    ગીર સોમનાથમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક:વિકાસ પ્રોજેક્ટના જમીન સંપાદનની કાર્યવાહીની સમીક્ષા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment