Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરવાડમાં જાહેરમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયો.:​ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા: જૂનાગઢના ચોરવાડમાં વરસાદી માહોલ વચ્ચે જાહેરમાં દારૂ-નોનવેજની પાર્ટી માણતા શખ્સોનો વીડિયો વાયરલ થતાં પોલીસ કામગીરી સામે ઉઠ્યા સવાલો.

    12 hours ago

    ​ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા રહે છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાંથી દારૂબંધીના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો પોલીસના કોઈ પણ જાતના ડર વગર ખુલ્લેઆમ દારૂની મોજ માણતા નજરે પડી રહ્યા છે. આ વાયરલ વીડિયો જૂનાગઢના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ચોરવાડનો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સ્થાનિક પંથકમાં ભારે ચર્ચા જાગી છે. ​ચોરવાડમાં જાહેરમાં દારૂ પીતા હોવાનો આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આશરે ચારથી પાંચ જેટલા શખ્સો જાહેરમાં બેસીને દારૂની મહેફિલ જમાવી રહ્યા છે. આ શખ્સોને કાયદાનો કે પોલીસનો સહેજ પણ ભય ન હોય તેમ તેઓ બેખોફ બનીને પ્રતિબંધિત દારૂનું સેવન કરી રહ્યા છે. ​આ શખ્સોએ માત્ર દારૂ જ નહીં, પરંતુ વર્તમાન વરસાદી માહોલનો ફાયદો ઉઠાવીને જાહેરમાં જ નોનવેજ પાર્ટીની મિજબાની પણ માણી હતી. ખુલ્લા આકાશ નીચે આ પ્રકારે અસામાજિક તત્વો દ્વારા દારૂ અને નોનવેજની મહેફિલ સજાવવામાં આવતા સ્થાનિક રહીશોમાં પણ આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે. પ્રવાસન સ્થળ પર બનેલી આ ઘટનાને પગલે જૂનાગઢ પોલીસની રાઉન્ડ ધ ક્લોક કામગીરી જુનાગઢ જિલ્લા દારૂબંધી અને પેટ્રોલિંગના દાવાઓ સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે. ​આ સમગ્ર મામલો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચતા તંત્ર એક્શનમાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયો અંગે દિવ્ય ભાસ્કરે એએસપી રોહિત ડગર સાથે વાત તેમણે જણાવ્યું હતું કે, આ વાયરલ વીડિયો પોલીસના ધ્યાને આવ્યો છે અને આ મામલે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ મેળવીને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    થોરિયમ થકી ભારત પરમાણુ ક્ષેત્રે વિશ્વમાં મોખરે રહેશે:પરમાણુ વૈજ્ઞાનિક ડૉ.કાકોડકરે કહ્યું -સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની PMએ શુભેચ્છા આપી
    Next Article
    વડોદરામાં 9 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ:ચોકલેટની લાલચ આપી 57 વર્ષીય આધેડે આચર્યું કૃત્ય, માતા-પિતાએ રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યો, માતાએ કહ્યું: એને કડકમાં કડક સજા આપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment