Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિએ પત્નીને માર માર્યો, સસરા પર હુમલો કર્યો:પિયરમાંથી પૈસા લાવવાની માગણી કરી ધમકી આપી, પોલીસ ફરિયાદ

    22 hours ago

    પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં પતિએ તેની પત્ની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો. પિયરમાંથી પૈસા લાવવાની માંગણી કરીને પતિએ પત્નીને માર માર્યો હતો. આ ઘટનામાં પત્નીના પિતા વચ્ચે પડતા, પતિએ તેમની છાતીમાં ફેટ મારી લોખંડની પાઇપથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કાકોશીના ઇસ્લામપુરા વાસમાં રહેતી 34 વર્ષીય ગુલશનબાનુ મહંમદશાહ ફકીરના લગ્ન વર્ષ 2014માં મહંમદશાહ અહેમદશાહ ફકીર સાથે થયા હતા. લગ્નના છ મહિના પછી, હોટલમાં ઉસ્તાદ તરીકે નોકરી કરતો પતિ નાની બાબતોમાં મારઝૂડ કરી માનસિક ત્રાસ આપતો હતો. ગત તારીખ 06/07/2026ના રોજ રાત્રે આશરે 12:00 વાગ્યે પતિ ઘરે આવ્યો હતો અને કોઈ પણ કારણ વગર પત્ની સાથે મારઝૂડ કરી હતી. તેણે પત્નીના પિતાને ફોન કરીને બોલાવ્યા હતા. બીજા દિવસે, તારીખ 07/07/2026ના રોજ સવારે આશરે 10:00 વાગ્યે, ગુલશનબાનુના પિતા મહંમદશાહ નુરશા બાનવા તેમની પત્ની સાથે દીકરીના ઘરે આવ્યા હતા. સવારે પોણા અગિયાર વાગ્યે જમાઈ ઘરે આવતા, સસરાએ દીકરીને માર મારવા બાબતે ઠપકો આપ્યો હતો. ઠપકો આપતા જ પતિ ગુસ્સે ભરાયો હતો અને પત્નીને માર મારવા લાગ્યો હતો. આ સમયે વચ્ચે પડેલા સસરાની છાતીમાં જમાઈએ ફેટ મારી દીધી હતી અને બહાર ફાર્મ પર પડેલી લોખંડની પાઇપ લઈને મારવા દોડ્યો હતો. આજુબાજુના લોકોએ વચ્ચે પડીને પિતા-પુત્રીને બચાવ્યા હતા. પતિએ પત્નીને ધમકી આપી હતી કે જો તારે મારી સાથે રહેવું હોય તો તારા પિતાના ઘરેથી પૈસા લઈને આવ, નહીંતર જાનથી મારી નાખીશ. આ હુમલામાં ઈજા પામેલા પિતા અને પુત્રીએ કાકોશી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે બી.એન.એસ. કલમ 85, 115(2), 351(3) અને જી.પી.એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ નિકુલકુમાર કાનજીભાઈ પટેલને તપાસ સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    ખાડી પૂરના કારણે સણિયા હેમાદ બેટમાં ફેરવાયું:12 ફૂટ પાણી ભરાતા સ્થાનિકો પોતાના જ ઘરોમાં નજરકેદ, પરિસ્થિતિનો તાગ મેળવવા બોટમાં પહોંચી ભાસ્કરની ટીમ
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:અનરાધાર વરસાદે ટેક્સટાઈલ માર્કેટને ધોઈ નાખ્યું, વેપારીઓનો 200 કરોડનો ફટકો; પાણી ઓસરતા જ લોકોએ દૂધની લૂંટ ચલાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment