Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગિની સમાજમાં કમ્પ્યુટર તાલીમ વર્ગનું ઉદ્ઘાટન:ગ્રાહક કાનૂન અધિકાર વિશે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

    11 hours ago

    ભગિની સમાજ પાટણ ખાતે બહેનો માટે કમ્પ્યુટર તાલીમ વર્ગ અને ગ્રાહક કાનૂન અધિકાર વિશે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સંસ્થાના ટ્રસ્ટી લ્યુનાબેન દેસાઈના અધ્યક્ષસ્થાને બુધવારે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. સંસ્થાના મંત્રી ડો. લીલાબેન સ્વામીએ મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું, જ્યારે સંસ્થાનો પરિચય હેમાબેન મજમુદાર દ્વારા આપવામાં આવ્યો હતો. પાટણના વતની અને લંડન નિવાસી ઉષાબેન અને મહેશભાઈ જાદવે કમ્પ્યુટર તાલીમ વર્ગનું રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. ઉષાબેન અને મહેશભાઈ જાદવે સંસ્થાના બંધ પડેલા કમ્પ્યુટરોનું સમારકામ કરાવી નવા સાધનો પૂરા પાડ્યા હતા. તેમણે ભવિષ્યમાં સંસ્થાને કોઈપણ આર્થિક મદદની જરૂર હોય તો જણાવવા કહ્યું હતું. ઉષાબેન જાદવે બહેનોને આત્મનિર્ભર બનવા માટે આવા તાલીમ વર્ગોની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. મહેશભાઈ જાદવે વર્તમાન સમય સાથે તાલ મિલાવી સંસ્થાને નવા તાલીમ વર્ગો શરૂ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ એ જ્ઞાનનો ખજાનો છે, જે વિશ્વને નાનું બનાવે છે અને માનવી સમક્ષ વિશાળ ક્ષેત્રો ખોલી આપે છે. જ્ઞાનમાં વધારો કરવા માટે તેનો સારો ઉપયોગ કરવો જરૂરી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પુસ્તકોનો અભ્યાસ અને વાંચન ઘટતું જાય છે અને દરેક ક્ષેત્રે કમ્પ્યુટર યુગનો ઉદય થયો છે. સ્પર્ધાના આ યુગમાં ટકી રહેવા અને સ્વરોજગારી ઊભી કરવા માટે કમ્પ્યુટર એ પ્રાથમિક જરૂરિયાત બની ગયું છે. અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના રાષ્ટ્રીય મહિલા સચિવ નેહાબેન સંતોષ જોશી (રત્નાગિરીથી) દ્વારા ગ્રાહક કાનૂન અધિકાર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે બહેનોને જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ ખરીદવા અને બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ ન કરવા સમજાવ્યું હતું. તેમણે સ્વદેશી ચીજોની ખરીદી, ગ્રાહક કાનૂની અધિકાર, સોનાના દાગીના, દવાઓ અને વિવિધ ખરીદી પર શું ધ્યાન રાખવું તેની વિગતે ચર્ચા કરી હતી. અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ડો. અર્પણાબેન પંચોલીએ સ્વદેશી વસ્તુઓના પ્રચાર-પ્રસાર, સાયબર સુરક્ષા અને કુટુંબમાં સ્ત્રીઓની ભૂમિકા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમની સાથે આવેલા ગાર્ગીબેન દેસાઈ, પાટણના ચંદ્રિકાબેન ત્રિવેદી અને અતુલભાઈએ ગ્રાહકોને પોતાના હક માટે જાગૃત રહેવા અને અન્યાય સામે ન્યાય મેળવવા માટે તેમનો સંપર્ક કરવા જણાવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભગિની સમાજની કારોબારી સભા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    મહારાષ્ટ્રથી 1080 યાત્રીઓ સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાયા:વડાપ્રધાનની પહેલથી વિશેષ ટ્રેન દ્વારા સોમનાથની ધરોહર જાણશે
    Next Article
    Aamir Khan’s wedding ring for Gauri Spratt: 3 months to find rare ruby, 256 hours to craft

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment