Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદારનગરની ગુજરાતી-હિન્દી સ્માર્ટ સ્કૂલ રોડ પર વરસાદી પાણી ભરાયા:બાળકો ગંદા પાણીમાં ચાલવા મજબૂર, વરસાદ બંધ થયા બાદ પાણી ભરાયેલા

    19 hours ago

    અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ત્યારે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદ બંધ થયા બાદ પણ તંત્ર દ્વારા વરસાદી નિકાલના પાણીની કામગીરી ન કરવામાં આવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગઈકાલે 7 જુલાઈએ સરદારનગર વિસ્તારમાં પોલીસ ચોકી નજીક જવાહર કોલોની પાસે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સરદારનગર ગુજરાતી અને હિન્દી સ્માર્ટ સ્કૂલ પાસે વરસાદી પાણી ભરાયેલા હતાં. સ્કૂલે જતા બાળકોને વરસાદી પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, ત્યારે તંત્ર સામે અનેક સવાલ ઊભા થયા છે. સ્કૂલે જતા બાળકો ગંદા પાણીમાંથી ચાલીને પસાર થવા મજબૂર સરદાર નગર વિસ્તારમાં પોલીસ ચોકી નજીક જવાહર કોલોનીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરદારનગર ગુજરાતી અને હિન્દી સ્માર્ટ સ્કૂલ આવેલી છે. સ્કૂલે જવાના રોડ ઉપર વરસાદ બંધ થયા બાદ પણ વરસાદી પાણી ભરાયેલા છે, જેના કારણે થઈને સ્કૂલે જતા બાળકોને વરસાદી પાણીમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સવારે સ્કૂલે જઈ રહેલા બાળકોને વરસાદના ગંદા પાણીમાંથી ચાલીને સ્કૂલે જવું પડી રહ્યું છે જેના કારણે બાળકોના પગ અને કપડા પણ ખરાબ થયા છે. સ્કૂલે જતા વાહનો પણ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા મનપા સામે સવાલો શહેરમાં સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં સરદારનગર વિસ્તારમાં એક ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે, ત્યારે માત્ર સામાન્ય વરસાદમાં જો પાણી ભરાઈ જાય અને 24 કલાક સુધી પાણી ઉતરતું નથી. ત્યારે કોર્પોરેશન તંત્રની નિકાલની વ્યવસ્થાને લઈને પણ સવાલ ઊભા થયા છે. વરસાદી પાણીનો નિકાલ ન કરવામાં આવ્યું હોવાને લઈને સ્કૂલે જતા અને આવતા બાળકો અને વાલીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ચાંદોદમાંથી વહેતી નર્મદા નદીમાં નવા નીરનું આગમન:ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીના જળસ્તરમાં વધારો, પંથકવાસીઓમાં ખુશીની લહેર
    Next Article
    Ahmedabad Accident News | અમદાવાદના રખિયાલ વિસ્તારમાં કાર ચાલકને ખેંચ આવતા સર્જાયો અકસ્માત | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment