Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિલ્વર ઓક યુનિવર્સિટીએ સણથલ ગામે જાગૃતિ અભિયાન યોજ્યું:"નશા અને તમાકુ મુક્ત ભારત" માટે ગ્રામજનોને પ્રેરિત કરાયા

    21 hours ago

    અમદાવાદના સાણંદ તાલુકાના સણથલ ગામે 2 જુલાઈ, 2026ના રોજ સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા 'નશા અને તમાકુ મુક્ત ભારત' જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનું આયોજન ધ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ સેલ અને સિલ્વર ઓક કોલેજ ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામજનોને નશીલા પદાર્થો અને તમાકુના સેવનથી થતા શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક દુષ્પ્રભાવો વિશે જાગૃત કરવાનો હતો. આ પહેલનો હેતુ વ્યસનમુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે પ્રેરણા આપવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો અને વ્યસનમુક્તિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. જનજાગૃતિના સંદેશ સાથે વિવિધ માહિતીસભર પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંકલન પ્રવૃત્તિ સંયોજિકા સુશ્રી ધ્રુવા ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેનાથી વ્યસનમુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂતી મળી. આ પહેલથી વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારીની ભાવના વિકસી અને ગ્રામ્ય સમાજમાં સ્વસ્થ તથા વ્યસનમુક્ત જીવનશૈલી અંગે સકારાત્મક જાગૃતિ ફેલાવવામાં મદદ મળી.
    Click here to Read More
    Previous Article
    વસ્ત્રાલ શાળામાં ગાયત્રી પરિવાર દ્વારા સંસ્કાર શિબિર:વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન, જ્ઞાન પરીક્ષાની માહિતી અપાઈ
    Next Article
    મોરબીમાં નવો વીજપોલ બે ભાગમાં તૂટી પડ્યો:ચાલુ વીજપ્રવાહે વીજપોલ તૂટતાં સ્થાનિકોમાં ભય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment