Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીની સ્થિતિ વણસી, પાણીમાં ગરકાવ, ડ્રોન દ્રશ્યો:તાપીની મીંઢોળા નદી બે કાંઠે, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે

    21 hours ago

    ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ મુજબ, આજે નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યારે સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધામાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.26 ઈંચ અને નાનાપોંઢામાં 1.14 ઈંચ વરસાજ ખાબક્યો છે. નવસારી શહેરમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઉપરવાસ અને શહેરમાં પડેલા વરસાદને કારણે નવસારી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પાણીમાં ગરકાવ નવસારીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે. આ ડ્રોન દ્રશ્યોમાં આખું નવસારી શહેર એક વિશાળ દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં અત્યારે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, મુખ્ય માર્ગો, સોસાયટીઓ, અને વ્યાપારી સંકુલો પાણીની અડફેટમાં આવી ગયા છે. રસ્તાઓ જાણે નદીઓ બની વહી રહ્યા છે અને વાહનો હોડીઓની જેમ પાણીમાં તરી રહ્યા છે. સતત વધી રહેલા પાણીના સ્તરે સમગ્ર તંત્ર અને સ્થાનિકોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. 6 તાલુકામાં 10 ઈંચ કરતા વધુ વરસાદ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં અવિરત વરસાદ નોંધાયો હતો, જેમાં 6 તાલુકામાં 10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કામરેજમાં 17 ઈંચ, નવસારીમાં 15 ઈંચ, સુરત શહેરમાં 14 ઈંચ, કપરાડામાં 13 ઈંચ અને જલાલપોરમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. કટોકટીને પહોંચી વળવા NDRF, SDRFની 36 ટીમ તૈનાત જળસંગ્રહની સ્થિતિ જોઈએ તો, નર્મદા ડેમમાં હાલ 2.17 લાખ MCFT (આશરે 65 ટકા) પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયો 40.01 ટકા ભરાઈ ચૂક્યા છે, જેને પગલે 11 ડેમ હાઇ એલર્ટ અને 4 ડેમ એલર્ટ પર છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 1,528 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર અને 134 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, તેમજ કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે NDRF અને SDRFની કુલ 36 ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઈ છે. સુરત શહેર અને જિલ્લાના પૂર અંગે કેબિનેટમાં ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં રાજ્યમાં સર્જાયેલી વરસાદી સ્થિતિ અને વિવિધ જિલ્લાઓની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવોને પોતાના ફાળવાયેલા વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધવાની સૂચના આપી હતી. સાથે જ પ્રભારી મંત્રીઓને પણ વરસાદી પરિસ્થિતિમાં સતત મોનિટરિંગ રાખી અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાય અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વહીવટી તંત્ર સાથે સંકલન કરવાની સૂચના આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઉત્તરાખંડમાં ફોરલેન પ્રોજેક્ટના વિરોધમાં 'બ્લેક હરેલા' મનાવાશે:એલિફન્ટ કોરિડોરમાં વૃક્ષો કાપવા પર સવાલો ઉભા થયા; પર્યાવરણવિદોએ કહ્યું- મામલો કોર્ટમાં છે, તો પછી કાપવાનું શરૂ કેમ?
    Next Article
    વરસાદને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ:જળાશયોથી લઈ નુકસાની અને સુરત પૂર પરિસ્થિતિ પર ચર્ચા, પ્રભારી મંત્રીઓ-સચિવોને મેદાનમાં ઉતરવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment