Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે વરસાદ વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ મોડ પર:આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, જળાશયોથી લઈ પાક નુકસાનીના મુદ્દાઓ પર થશે મહત્વપૂર્ણ ચર્ચા

    3 days ago

    રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે આજે સવારે 10:30 વાગ્યે સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં રાજ્યની વર્તમાન સ્થિતિની વિસ્તૃત સમીક્ષા સાથે વરસાદી સંજોગોમાં વહીવટી તંત્રની કામગીરી અને આગામી આયોજન અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય તેવી શક્યતા છે. રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓની સમીક્ષા કેબિનેટ બેઠકમાં રાજ્યના જળાશયોની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં સર્જાયેલી પરિસ્થિતિ, વરસાદથી થયેલા નુકસાન તેમજ રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી સૂચનાઓ અંગે પણ ચર્ચા થશે. નુકસાનનો સર્વે ઝડપી કરી સહાયની પ્રક્રિયા શરૂ કરવા અંગે ચર્ચા ખેડૂતોને અસર કરતા મુદ્દાઓ પણ બેઠકના કેન્દ્રમાં રહેશે. યુરિયા સહિત ખાતરના ઉપલબ્ધ જથ્થાની સમીક્ષા કરવામાં આવશે, જ્યારે વરસાદથી પાકને થયેલા નુકસાનનો સર્વે ઝડપી પૂર્ણ કરી સહાયની પ્રક્રિયા શરૂ કરવા અંગે પ્રાથમિક ચર્ચા થવાની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલી સરકારી ભરતી પ્રક્રિયા, વિવિધ વહીવટી મુદ્દાઓ, પાણી પુરવઠાની વ્યવસ્થા તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે પણ મંત્રણા કરવામાં આવશે. તાજેતરમાં વડાપ્રધાન દ્વારા મંત્રીઓને આપવામાં આવેલા માર્ગદર્શન અને સૂચનોના અમલીકરણ અંગે પણ ચર્ચા થવાની છે. વિવિધ વિભાગોને જરૂરી માર્ગદર્શન અપાશે રાજ્યમાં સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે કેબિનેટ બેઠકમાં વિશેષ ભાર મૂકવામાં આવશે. વરસાદ બાદ સ્વચ્છતા જાળવવા અને આરોગ્ય સંબંધિત પડકારોને પહોંચી વળવા માટે વિવિધ વિભાગોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:18 ઇંચ વરસાદે સુરતને બાનમાં લીધું, પહેલા માળ સુધી પાણી, ચંપત રાય બોલ્યા-સમય આવ્યે મોં ખોલીશ, વાયનાડમાં લેન્ડસ્લાઈડનો ભયાનક LIVE વીડિયો
    Next Article
    ‘Atrocious, awful cricket’: Shreyas Iyer’s scathing take on India’s record loss

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment