Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈડ્રોપોનિક ગાંજાના બે કેસમાં એક જ ડ્રગ સિન્ડિકેટ?:કસ્ટમ્સે શરૂ કરી ફોરેન્સિક તપાસ, મોબાઇલ અને ચેટ, કોલ રેકોર્ડ, બેંગકોકની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસથી માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા પ્રયાસ

    20 hours ago

    અમદાવાદ એરપોર્ટ પરથી એક અઠવાડિયામાં જ હાઇબ્રીડ ગાંજાના બે કન્સાઇનમેન્ટ પકડાવાના કેસમાં અમદાવાદ કસ્ટમ્સે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. બંને કેસમાં ઝડપાયેલા આરોપીઓના મોબાઇલ ફોન, ડિજિટલ ડેટા, ટ્રાવેલ હિસ્ટ્રી અને સંપર્કોની ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સની મદદથી કસ્ટમ્સ અધિકારીઓ આ બંને કેસ પાછળ કાર્યરત આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. કસ્ટમ્સના સૂત્રોના જણાવ્યા મુજબ, ચાર દિવસના અંતરે બેંગકોકથી થાઈ એરવેઝની TG-343 ફ્લાઇટમાં આવેલા બે મુસાફરો પાસેથી કરોડો રૂપિયાનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો હતો. બંને કેસમાં ગાંજો છુપાવવાની રીત, ફ્લાઇટ નંબર અને મૂળ સ્થળ એકસરખા હોવાથી બંને આરોપીઓ એક જ ડ્રગ નેટવર્ક માટે કામ કરતા હોવાની આશંકા મજબૂત બની છે. ગાંજાની હેરાફેરીમાં એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપનો ઉપયોગ તપાસમાં જાણવા મળ્યું છે કે, ડ્રગ કેરિયર્સ સામાન્ય રીતે એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે અને ડિલિવરી પૂર્ણ થયા બાદ કોલ રેકોર્ડ, ચેટ હિસ્ટ્રી તેમજ અન્ય ડિજિટલ પુરાવા ડિલીટ કરી દે છે. તેથી ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી મોબાઇલમાંથી ડિલીટ કરાયેલા કોલ લોગ, ચેટ, ઓડિયો ફાઇલ, રેકોર્ડિંગ સહિતનો ડેટા રિકવર કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ઉપરાંત બંને આરોપીઓની મુસાફરીનો ઇતિહાસ અને તેઓ કોના સંપર્કમાં હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો સ્વીકારનાર વ્યક્તિ અને સમગ્ર સિન્ડિકેટનો પર્દાફાશ થઈ શકે. મુસાફરની ટ્રોલી બેગમાંથી 10 કિલો ગાંજો ઝડપાયો પ્રથમ કેસમાં 28 જૂનના રોજ બેંગકોકથી આવેલી થાઈ એરવેઝની TG-343 ફ્લાઇટમાંથી આવેલા એક મુસાફરની ટ્રોલી બેગમાંથી પાંચ ચાંદીના રંગના પેકેટમાં છુપાવેલો 10.911 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. કસ્ટમ્સના સ્નિફર ડોગની મદદથી આ જથ્થો શોધી કાઢવામાં આવ્યો હતો. ફિલ્ડ ટેસ્ટમાં પોઝિટિવ આવતા NDPS એક્ટ હેઠળ જથ્થો જપ્ત કરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રોલી બેગમાં ખાદ્ય પેકેટમાં છુપાવ્યો હતો 4 કિલો ગાંજો તેના માત્ર ચાર દિવસમા જ એટલે કે 1 જુલાઈના રોજ, એ જ ફ્લાઇટમાં આવેલા મહારાષ્ટ્રના ઉલ્હાસનગરના 40 વર્ષીય મુસાફરને પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે અટકાવવામાં આવ્યો હતો. તેની ટ્રોલી બેગમાં ખાદ્ય પેકેટમાં છુપાવેલા 4.276 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજાના 22 પેકેટ મળી આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં હાઇડ્રોપોનિક ગાંજાની કિંમત અંદાજે પ્રતિ કિલોગ્રામ . 1 કરોડ હોવાનું માનવામાં આવતું હોવાથી જપ્ત કરાયેલા જથ્થાની કિંમત આંતર રાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે આશરે 4.2 કરોડ હોવાનું કસ્ટમ્સે જણાવ્યું છે. ગાંજાના રિસીવર અને માસ્ટર માઈન્ડ સુધી પહોંચવું મોટો પડકાર કસ્ટમ્સના અધિકારીઓનું કહેવું છે કે મોટાભાગના કેસમાં ડ્રગ્સ લાવનાર કેરિયર ઝડપાઈ જાય છે, પરંતુ અમદાવાદમાં ગાંજો રિસીવ કરનાર અને સમગ્ર નેટવર્ક ચલાવનાર માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવું પડકારરૂપ બને છે. આથી બંને કેસમાં ફોરેન્સિક તપાસના આધારે સમગ્ર આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ ફોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઇંગ્લેન્ડની પાંચમી વિકેટ પડી, સોલ્ટ ફિફ્ટી ફટકારીને આઉટ:હર્ષિત-પ્રિન્સે મળીને 4 બેટર્સ આઉટ કર્યા; ભારત સામે ઇંગ્લેન્ડનો સ્કોર 158/5
    Next Article
    Mercedes-Benz India Shines With Record Q2 Performance, H1 Sales Soar As Luxury Portfolio Gains Traction

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment