Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના શિક્ષકે વસ્તી ગણતરીના પૈસા કર્યા દાન:વિદ્યાર્થીઓ, ગંગાસ્વરૂપા અને આંગણવાડીની બહેનોને કીટ આપી

    15 hours ago

    ભારત સરકાર દ્વારા કૌશલાચાર્ય એવોર્ડ વિજેતા અને સુરેન્દ્રનગર આઈટીઆઈના સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર દીપકકુમાર નારાયણભાઈ રાઠોડે એક ઉમદા સેવકીય કાર્ય કર્યું છે. તેમણે બ્લોક નંબર ૧૦૧માં વસ્તી ગણતરી તરીકે ફરજ બજાવી હતી અને આ કામગીરીના મહેનતાણા પેટે મળેલા કુલ ૩૦,૦૦૦ રૂપિયાનું દાન કર્યું છે. આ રકમમાં ૨૫,૦૦૦ રૂપિયા એડવાન્સ અને વધારાના ૫,૦૦૦ રૂપિયાનો સમાવેશ થાય છે. દીપકકુમાર રાઠોડે આ નાણાંનો ઉપયોગ તે જ વિસ્તારમાં આવેલી સરકારી ગોલ્ડન જ્યુબીલી શાળા નંબર ૧૫ના બાળકોને શૈક્ષણિક કીટ અને ફૂલસ્કેપ આપીને કર્યો. આ ઉપરાંત, તેમણે ગંગાસ્વરૂપ બહેનોને સાડીઓનું વિતરણ કરીને એક અનોખી પહેલ કરી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયરે આ કાર્યને બિરદાવતા જણાવ્યું કે, આંગણવાડીના બાળકો, શાળાના બાળકો તેમજ ગંગાસ્વરૂપ બહેનોને સાડી વિતરણ કરી વસ્તી ગણતરીના નાણાંનું અનુદાન કરવું એ સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં, પરંતુ ગુજરાત રાજ્યની પ્રથમ ઉમદા પહેલ છે. તેમણે દીપકકુમાર રાઠોડને વધુ સેવાકીય કાર્યો કરતા રહેવા બદલ શુભેચ્છાઓ પાઠવી. નાયબ જિલ્લા શિક્ષણાધિકારી ડો. અમીન ઘેસાણીએ જણાવ્યું કે, મોટાભાગના કર્મચારીઓ વસ્તી ગણતરીના પૈસા ક્યારે જમા થશે તે અંગે પૂછપરછ કરતા હોય છે, ત્યારે દીપકભાઈ રાઠોડે એડવાન્સમાં મળેલા પૈસાનો સદ્ઉપયોગ કરીને એક અનોખી પ્રેરણા પૂરી પાડી છે. તેમણે આ બદલ દીપકકુમારને અભિનંદન પાઠવી તેમની સેવાને બિરદાવી હતી. દીપકકુમાર રાઠોડે પોતાના સેવાભાવ પાછળનું કારણ જણાવતા કહ્યું કે, આ વિસ્તારની વસ્તી ગણતરી કરતા પહેલા તેમણે અહીંની શાળા તેમજ આંગણવાડીની મુલાકાત લીધી હતી. લોકો વચ્ચે જતાં તેમને મોટાભાગના પરિવારોની સાધારણ પરિસ્થિતિ જોવા મળી. આ જોઈને તેમને આ વિસ્તારના બાળકો અને ગંગાસ્વરૂપ બહેનોને 'ફૂલ નહીં તો ફૂલની પાંખડી' આપવાનો સેવાભાવ જાગ્યો, જેને તેઓ રાષ્ટ્ર નિર્માણના એક નાના કાર્ય તરીકે જુએ છે. આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાપાનેરી, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી ડો. અમીન ઘેસાણી, નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી આર.આર. ચાવડા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રથવી સાહેબ, શાળાના આચાર્ય જીવણભાઈ જાદવ, એસએમસી અધ્યક્ષ સોનલબેન શેખ, વોર્ડ નંબર ૮ના કોર્પોરેટર ગજેન્દ્રભાઈ ચૌહાણ, પૂર્વ કોર્પોરેટર વિશાલભાઈ જાદવ, ભાવિનભાઈ કાવિઠીયા, અક્ષયભાઈ સિંગલ, લઘુમતી મોરચાના પૂર્વ પ્રમુખ ઈસ્માઈલભાઈ પટેલ, આબિદખાન પઠાણ સહિત અનેક મહાનુભાવો અને બાળકો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    08 જુલાઈનું ટેરો રાશિફળ:મેષ રાશિના જાતકોનું પ્રમોશન કન્ફર્મ, કુંભ રાશિના લોકો પર કિસ્મત રહેશે મહેરબાન
    Next Article
    Bobby Deol, Rakul Preet Singh join Boney Kapoor at Anshula Kapoor’s reception, see videos

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment