Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જન્મદિવસના એક દિ' પહેલા જિંદગીની જંગ હાર્યો અફઘાન ક્રિકેટર:પૂર્વ ફાસ્ટ બોલર શાપૂર ઝાદરાનનું નિધન, ભારતની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

    8 hours ago

    અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શાપૂર ઝાદરાનનું મંગળવારે ભારતમાં નિધન થયું. તે 38 વર્ષના હતા અને આવતીકાલે બુધવારે તેમનો 39મો જન્મદિવસ હતો. તેઓ લાંબા સમયથી હેમોફેગોસિટિક લિમ્ફોહિસ્ટિયોસાયટોસિસ (HLH) નામની દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યા હતા. ગ્રેટર નોઈડાની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. બોર્ડે શ્રદ્ધાંજલિ આપી અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ સોશિયલ મીડિયા પર શાપૂર ઝાદરાનના નિધનની પુષ્ટિ કરતા શોક વ્યક્ત કર્યો. બોર્ડે કહ્યું કે પૂર્વ ફાસ્ટ બોલરના નિધનથી અફઘાન ક્રિકેટે પોતાનો એક મહત્વપૂર્ણ ખેલાડી ગુમાવ્યો છે. તેમના નિધનના સમાચાર બાદ ક્રિકેટ જગતમાં શોક છવાયો છે. અફઘાનિસ્તાન ક્રિકેટને નવી ઓળખ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી શાપૂર ઝાદરાન અફઘાનિસ્તાનના તે શરૂઆતી ખેલાડીઓમાંના એક હતા, જેમણે દેશના ક્રિકેટને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમની ઝડપી લેફ્ટ આર્મ બોલિંગ અને આક્રમક શૈલી માટે જાણીતા શાપૂરે 2009થી 2020 દરમિયાન અફઘાનિસ્તાન માટે 80 આંતરરાષ્ટ્રીય મેચ રમી. આમાં 44 વન-ડે અને 36 ટી-20 મેચનો સમાવેશ થાય છે. તેમણે અફઘાનિસ્તાનને એસોસિયેટ ટીમમાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મુખ્ય મંચ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. સાથે જ ટીમના ICC વનડે વર્લ્ડ કપ અને ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં પણ તેમનું યોગદાન રહ્યું. ગયા વર્ષે ઓક્ટોબરથી ચાલી રહી હતી સારવાર શાપૂરના નાના ભાઈ અનુસાર, તેઓ ગયા વર્ષે ઓક્ટોબરથી બીમાર હતા. અફઘાનિસ્તાનના ડોકટરોની સલાહ પર તેમને વધુ સારી સારવાર માટે ભારત લાવવામાં આવ્યા હતા. ગ્રેટર નોઈડાની હોસ્પિટલમાં તેમની લાંબા સમય સુધી સારવાર ચાલી. તેઓ હેમોફેગોસાયટીક લિમ્ફોહિસ્ટિયોસાયટોસિસ (HLH) નામની બીમારીથી પીડાઈ રહ્યા હતા. આ બીમારીમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જરૂરિયાત કરતાં વધુ સક્રિય થઈને શરીરના અંગોને જ નુકસાન પહોંચાડવા લાગે છે. મે મહિનામાં રાશિદ અને નબી હોસ્પિટલ પહોંચ્યા હતા આ વર્ષે મે મહિનામાં અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન અને મોહમ્મદ નબી ગ્રેટર નોઈડાની હોસ્પિટલમાં શાપૂર ઝાદરાનને મળવા પહોંચ્યા હતા. મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતા મોહમ્મદ નબીએ ભાવુક પોસ્ટ લખી હતી. તેમણે પોતાના જૂના સાથીને હોસ્પિટલના બેડ પર આ હાલતમાં જોઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. શાપૂર ઝાદરાનના નિધન બાદ તેમના પૂર્વ સાથી ખેલાડીઓ, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ અને દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
    Click here to Read More
    Previous Article
    'વૈભવને અભિનંદન ને ભારતીય ટીમને સમર્થન':કેપ્ટનશીપમાંથી કાઢ્યા બાદ સૂર્યકુમાર નારાજ હોવાના નિવેદન ખોટા, ક્રિકેટરે કહ્યું- કોઈ કડવાશ નથી
    Next Article
    સુરત શહેરમાં 8 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકાર:2 દિવસમાં 7 લોકોનાં મોત; સિટી, BRTS અને ST બસ વ્યવહાર ઠપ્પ; ખાડીની સપાટી વધતા 2100 લોકોનું સ્થળાંતર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment