Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભણતા-ભણતા જ છોકરીઓ પ્રેગ્નેન્ટ થઈ જાય છે:યુપીમાં આનંદીબેન પટેલે કહ્યું- આવા પરાક્રમ તો ના કરો; પછી બાળકની જવાબદારી સરકાર પર આવે છે

    19 hours ago

    યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલે લખનઉમાં AKTUના દીક્ષાંત સમારોહ દરમિયાન કહ્યું કે, અભ્યાસ દરમિયાન છોકરીઓ પ્રેગ્નેન્ટ થઈ જાય છે. ઘણીને તો બાળક પણ થઈ જાય છે. પછી તે બાળકની જવાબદારી કોના પર જાય છે, જાણો છો? સરકાર પર જાય છે. આનંદીબેન પટેલે છોકરીઓને ટકોર કરતા કહ્યું હતું કે આવું પરાક્રમ પરાક્રમ તો ના કરો. રાજ્યપાલે આનંદી બેને કહ્યું કે- ક્યારેક છોકરો-છોકરી સાથે મળીને ભાગી જાય છે. તેમના આ 'પરાક્રમ'નું પરિણામ એ આવે છે કે બાળક થઈ થાય છે. બાદમાં, ન તો તે અપનાવે છે કે ન તો તેમના પરિવાર સ્વીકારે છે, અને ત્યારે તે બાળકની જવાબદારી સરકાર પર આવી પડે છે. આનંદી બેને કહ્યું- હું લવ મેરેજની વિરુદ્ધ નથી, તમે લવ મેરેજ કરો. તમને જેનાથી પ્રેમ છે, તેમને તમારાથી પ્રેમ છે તો લગ્ન કરો. પરંતુ, લગ્ન ત્યારે જ કરો જ્યારે આત્મનિર્ભર થઈ જાઓ. મારો દીકરો બેંગલુરુ ભણવા ગયો. મેં તેને કહી દીધું હતું કે જો કોઈ છોકરી પસંદ આવે તો જણાવી દેજો, લગ્ન કરાવી દઈશું. તેને કોઈ પસંદ જ ન આવી. રાજ્યપાલ સોમવારે કુલપતિ તરીકે લખનઉમાં ડો. એપીજે અબ્દુલ કલામ ટેક્નિકલ યુનિવર્સિટી (AKTU)ના 24મા દીક્ષાંત સમારોહમાં પહોંચ્યા હતા. તેમણે 62537 વિદ્યાર્થીઓને ડિગ્રી અને 53 રિસર્ચરને પીએચડીની પદવી આપી હતી. ગુજરાતમાં મેં જે નહોતું શીખ્યું, તે હું અહીં શીખી રહી છું રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું, ગુજરાતમાં મેં જે નહોતું શીખ્યું, તે હું અહીં શીખી રહી છું. મેં દસ વર્ષ સુધી PWD (જાહેર બાંધકામ), મહેસૂલ અને શહેરી વિકાસ જેવા 6 વિભાગો સંભાળ્યા હતા અને તે અનુભવમાંથી ઘણું શીખી હતી. તેથી જ હું નાના બાળકોના રૂમની ડિઝાઈન કેવી હોવી જોઈએ તે વિશે વાત કરું છું. તે ખૂબ જ વિચારપૂર્વક બનાવવા જરૂરી છે. 3 તસવીરો જુઓ- રાજ્યપાલની 5 મોટી વાતો- 1- ટેકનોલોજીના માત્ર ઉપભોક્તા નહીં, સર્જક પણ બનો : ટેકનોલોજીથી જો આપણી ઓળખ ખોવાય છે તો શું આ યોગ્ય છે? વાસ્તવિક વિકાસ તે જ છે જે આધુનિકતા અને પરંપરાનો ઉત્તમ સમન્વય હોય. આજે ઘણી યુનિવર્સિટીઓમાં હસ્તપ્રતો પડી છે, તેને કોઈ જોવાવાળું નથી. તેથી આપણા પીએમએ દુર્લભ હસ્તપ્રતોના ડિજિટલ સંરક્ષણ માટે તેને દિલ્હીના એક સેન્ટર પર એકત્રિત કરાવ્યું છે. તમે માત્ર ટેકનોલોજીના ઉપભોક્તા ન બનો, તેના સર્જક પણ બનો. 2- આપણે ડરનારા નથી, ડરાવનારા પણ નથી : DRDOના વૈજ્ઞાનિકો ક્રુઝ મિસાઈલ પણ બનાવી રહ્યા છે. આસપાસના લોકો ભારતને ડરાવે છે ને? આપણે ડરનારા નથી. ડરાવનારા પણ નથી. પહેલાં આપણે બધી મિસાઈલ અને તોપ વિદેશોમાંથી મંગાવતા હતા, આજે એવો સમય આવી રહ્યો છે કે વિદેશોને આપીએ છીએ. હાલમાં INS ધુના ગિરિ સહિત કુલ 3 યુદ્ધ જહાજ સેનાને સોંપવામાં આવ્યા છે. તેમની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમની પરિકલ્પના અને નિર્માણ સંપૂર્ણપણે સ્વદેશી છે. ભવિષ્યમાં આવા શસ્ત્રોના નિર્માણ વિશે વિચારો. આવી જ રીતે સ્વદેશી ટેકનોલોજીથી બનેલા 40 વિમાનોનું નિર્માણ પણ થઈ રહ્યું છે. તમારું સ્વપ્ન હોવું જોઈએ કે આપણે આમાં પણ કામ કરવું જોઈએ. 3- સરકારના પૈસા ફક્ત પૂરા ખર્ચ કરવા માટે નથી: 3 યુનિવર્સિટીની મુલાકાત લીધી, જ્યાં એડમિન કોરિડોર હતો. એક ખૂણા પર એડમિન બ્લોકમાં 2 માળમાં લાઇબ્રેરી બનેલી છે. લાઇબ્રેરીમાં બાળકો 1 કિમી દૂરથી ભણવા જાય છે, 2 કિમી દૂર હોસ્ટેલ છે. તેમાં કોણ ભણશે? શું રાજ્ય સરકારે જે બજેટ આપ્યું, તેનો ઉપયોગ જ કરવાનો છે. એક એક્ટિવિટી રૂમ જોઈએ તો મોટા-મોટા 3 હોલ શા માટે બનાવી દીધા? આવી દશા છે તમારા નિર્માણ વિભાગની? ક્યારેક-ક્યારેક એવું લાગે છે કે નકલી ડિગ્રી મેળવીને નિર્માણ વિભાગમાં તો ભરતી નથી થઈ ગયા. 4- 200 વિદ્યાર્થીઓના હોસ્ટેલનું બેસિન ઘરમાં હોય એટલું જ : ક્લાસરૂમની ડિઝાઇનમાં NEPમાં 60 વિદ્યાર્થીઓથી વધુ ન હોવા જોઈએ. હોસ્ટેલના ટોપ ફ્લોરમાં જે પંખો લગાવ્યો હતો, તેમાં માથું અથડાય છે. લગાવનારને ન દેખાયું, પણ તમે લોકોને જોવું જોઈએ. યુનિવર્સિટીમાં જ્યારે જાઉં છું, આંગણવાડીમાં જાઉં છું ત્યારે ખૂબ નિરાશા થાય છે. રૂમમાં સ્વીચ બોર્ડ ખોટી જગ્યાએ હોય છે. મેં આંગણવાડીમાં અરીસો આપ્યો, તો તેને ઉપર લટકાવી દેવામાં આવ્યો. બારી અને સ્ટોપર પણ ખોટી જગ્યાએ હોય છે. હોસ્ટેલમાં 200 બાળકો છે, જે મેસમાં ખાય છે અને તેના વાસણો ધોવા માટે ઘર જેટલું જ વોશિંગ એરિયા હોય છે. 5- બારી વગરની હોસ્ટેલ, ટાંકીમાં વાંદરા ન્હાય છે : ગર્લ્સ હોસ્ટેલમાં પણ ખામીઓ જોવા મળી. અંદર કોઈ બારી નહોતી. પુસ્તકો રાખવા માટે કોઈ જગ્યા નહોતી. જ્યારે ખોલ્યું ત્યારે અંદરથી ઉંદર નીકળ્યો. ત્રીજા માળે ટાંકી છે, જેના પર કોઈ ઢાંકણ નથી. વાંદરા તેમાં ન્હાય છે. એક ક્લાસરૂમ જોવા ગઈ તો બ્લેકબોર્ડની ઊંચાઈ જોઈ. તેના સુધી બાળકો પહોંચી શકતા નથી. મેસમાં જોતા રહો કે કયો મસાલો આવે છે? એક્સપાયરી ડેટવાળો તો નથી આવતો? નોનવેજવાળો તો નથી આવતો? સ્થિતિ એવી હતી કે છત પર એક-એક ફૂટના છોડ ઉગી નીકળ્યા હતા. મેં મારા PSO ને કહ્યું કે આને ઉખાડી નાખો. સરકારી શિક્ષકો, સખત મહેનત કરો અને સારી રીતે ભણાવો મેડલ મેળવનારા 83 વિદ્યાર્થીઓમાંથી 49 ખાનગી કોલેજોના છે. તેઓ મોંઘી ફી ભરી રહ્યા છે અને સારા માર્ક્સ પણ મેળવી રહ્યા છે. હું સરકારી શિક્ષકોને સખત મહેનત કરવા અને વિદ્યાર્થીઓને યોગ્ય રીતે ભણાવવા વિનંતી કરું છું. કૃપા કરીને તમારું ધ્યાન સરકારી કોલેજો પર કેન્દ્રિત કરો.
    Click here to Read More
    Previous Article
    ChatGPT down: OpenAI confirms outage as users report problems with image generation
    Next Article
    બાબરા પાણકવા રેન્જમાં દીપડાનું રેસ્ક્યુ:વન વિભાગે પાંજરું ગોઠવી પકડ્યો, વાડી વિસ્તારમાં આતંક મચાવ્યો હતો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment