Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીરિયામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની મુલાકાત વચ્ચે વિસ્ફોટ:મેક્રોન જે હોટેલમાં રોકાવાના હતા તેની નજીક બ્લાસ્ટ થયો; સુરક્ષા વ્યવસ્થામાં વધારો

    3 days ago

    મંગળવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન મુલાકાત વચ્ચે એક વિસ્ફોટ થયો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન જ્યાં રોકાવાના હતા તે હોટલની નજીક એક વિસ્ફોટ થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ, સ્થાનિક લોકોએ અનેક વિસ્ફોટોનો અવાજ સાંભળ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં તે વિસ્તારમાંથી ધુમાડો નીકળતો પણ જોવા મળ્યો હતો. વિસ્ફોટ બાદ તરત જ સુરક્ષા એજન્સીઓએ નજીકના રસ્તાઓ બંધ કરી દીધા અને સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી. હાલમાં જાનહાનિ અંગે કોઈ અહેવાલ નથી. અધિકારીઓએ વિસ્ફોટના કારણની તપાસ શરૂ કરી છે. બશર અલ-અસદના સત્તા પરથી હટ્યા બાદ દમાસ્કસની મુલાકાત લેનારા મેક્રોન યુરોપિયન યુનિયન (EU)ના પ્રથમ મુખ્ય નેતા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સંપૂર્ણપણે સુરક્ષિત સીરિયન અખબાર 'અલ-વતન' અને સીરિયા ટીવી નેટવર્ક મુજબ, રાજધાનીની વચ્ચો વચ્ચ બે વિસ્ફોટ થયા હતા. ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સંપૂર્ણપણે સુરક્ષિત છે. સીરિયામાં વિસ્ફોટના 3 ફૂટેજ… સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક ગાડી આગની ઝપેટમાં આવી ગયેલી જોવા મળે છે. રસ્તા પર લોહીના ડાઘ પણ દેખાઈ રહ્યા છે. આ ઘટનામાં કેટલી જાનહાની થઈ છે છે તે હજુ સ્પષ્ટ થયું નથી. અત્યાર સુધી કોઈ પણ સંગઠને આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી. વધુ અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    Mumbai’s water stock jumps 71% in a day after heavy rain
    Next Article
    આ વખતે યુરોપ નહીં, એશિયા બન્યું ભારતીયોની પસંદ:થાઈલેન્ડ-વિયેતનામ-જાપાનની બુકિંગ વધી, યુરોપની મોંઘી ફ્લાઈટ્સથી બદલાયો ટ્રાવેલ ટ્રેન્ડ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment