Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુ.એન.મહેતા હોસ્પિટલમાં બેઝમેન્ટની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટનામાં એકના મોતનો આક્ષેપ:હાઉસકીપિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો, ‘સેફ્ટી વિના ડ્રેનેજનું કામ કરવા કર્મચારીને ઉતાર્યો હતો’

    1 day ago

    અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ લાઇનમાં ત્રણ યુવકો પડી જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. ત્રણેયને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણમાંથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયો હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે અને આજે(7 જુલાઈ) સવારથી જ હોસ્પિટલનો હાઉસકીપિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો છે. 200થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે હાઉસકીપિંગનું કામ હોવા છતાં પણ સેફ્ટી વિના ડ્રેનેજનું કામ કરવા કર્મચારીને ઉતારવામાં આવ્યો હતો. કર્મચારીનું રેસ્કયુ કરી હોસ્પિટલમાં ખસેડાયા યુ.એન. મહેતા હોસ્પિટલમાં ગઈકાલે સાંજના સમયે હોસ્પિટલમાં આવેલી એક ડ્રેનેજ લાઈનમાં ત્રણ યુવકો પડી ગયા હોવા અંગેનો ફાયરબ્રિગેડને મેસેજ મળ્યો હતો જેથી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. જોકે એક વ્યક્તિને સ્થાનિક લોકોએ બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો જ્યારે બે વ્યક્તિને ફાયર બ્રિગેડની ટીમે ડ્રેનેજ લાઈનમાંથી બહાર કાઢ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનામાં હોસ્પિટલમાં જ કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારી હોવાનું સામે આવ્યું હતું. એક કર્મચારી મૃત્યુ પામ્યાનો આક્ષેપ ત્રણેયની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણેયના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે હોસ્પિટલ તરફથી તેમને મળવા દેવામાં ન આવ્યા હોવાના આક્ષેપ અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. SMC નામની કંપની હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ ચલાવે છે તેનો કર્મચારી હતો અને તેનું મૃત્યુ થયું હોવા અંગેનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે હોસ્પિટલ તરફથી સત્તાવાર રીતે હજી સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી. ત્યારે મોટી સંખ્યામાં હાઉસકીપિંગનો સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હાઉસકીપિંગનો સ્ટાફ હડતાળ પર ઉતરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. શાહીબાગ પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી છે અને હાલમાં હોસ્પિટલના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં હાઉસકીપિંગના સ્ટાફે હોબાળો મચાવ્યો છે અને પોલીસ તેમને સમજાવી રહી છે. યુ.એન. મહેતા હોસ્પિટલમાં બેઝમેન્ટની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના ગઇકાલે(6 જુલાઈ) અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલના પરિસરમાં એક હૃદય કંપાવનારી દુર્ઘટના સામે આવી હતી. હોસ્પિટલ કેમ્પસમાં આવેલી અંડરગ્રાઉન્ડ સુએજ ટેન્ક (ગટરની ટાંકી) સફાઈની કામગીરી દરમિયાન એક શ્રમિક ઝેરી ગેસના કારણે અચાનક બેભાન થઈ ગયો હતો અને જમીન પરથી સીધો નીચે અર્ધ ભરેલી ટેન્કમાં ખાબક્યો હતો. તેને ડૂબતો જોઈ અને બચાવવા માટે ત્યાં હાજર અન્ય બે વ્યક્તિઓ પણ તાત્કાલિક ટેન્કમાં નીચે ઉતર્યા હતા, પરંતુ ઝેરી ગેસની તીવ્ર અસરોના કારણે તેઓ પણ ત્યાં જ બેભાન થઈ ગયા હતા અને સુએજ પાણીની ટેન્કમાં ફસાઈ ગયા હતા. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ પાઇપલાઇનમાં કામ કરતી વખતે ત્રણ જેટલા યુવકો અંદર ખાબક્યા હોવાનો મેસેજ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ પાઇપલાઇનમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    પારણાં સાથે જેતપરમાં ખેડૂત આંદોલન પાર્ટ 2 પૂર્ણ:ખેડૂતોએ કહ્યું, નવો પરિપત્ર ખેડૂત હિતમાં નહિં, કંપની હિતમાં છે, આવતીકાલથી 23 જિલ્લાના ખેડૂતોનું પાર્ટ 3 આંદોલન શરૂ
    Next Article
    Shilpa Shinde Says Akanksha Chamola Is In Lock Upp Because Of Her Husband: 'Usko Kabhi Dekha Tha?'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment