Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મર્ડર કેસમાં મોટો ખુલાસો:પિતાની હત્યાને આપઘાતમાં ખપાવવાનો પુત્રનો કારસો નિષ્ફળ, સિંગણપોર પોલીસે હત્યારા દીકરાની વિધિસર ધરપકડ કરી

    एक दिन पहले

    સુરતના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં પિતાની કરપીણ હત્યા કરી તેને આપઘાતનું રૂપ આપવાનો સગા પુત્રનો કારસો પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. ઘરમાં અવારનવાર ગાળો બોલી ઝઘડો કરતા 55 વર્ષીય પિતાની તેના જ 28 વર્ષીય પુત્રએ ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી હતી. આ ચકચારી કેસમાં સિંગણપોર ડભોલી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરીને ગણતરીના કલાકોમાં જ હત્યારા પુત્રને દબોચી લઈ તેની વિધિસર ધરપકડ કરી લીધી છે. દીકરાએ જ પોલીસને ગેરમાર્ગે દોરવા આપઘાતની ખોટી વાર્તા ઘડી હતી ઘટનાની વિગત એવી છે કે, ગત 4 જુલાઈ, 2026ના રોજ મૃતકના અન્ય પુત્ર યોગેશભાઈ રાઠોડે પોલીસમાં એવી જાહેરાત આપી હતી કે તેના પિતા રાજેશભાઈ ગાંડાભાઈ રાઠોડ (ઉ.વ. 55) માનસિક રીતે અસ્થિર છે. તેમણે તારીખ 3 જુલાઈની રાત્રે ઘરના શાકભાજી સુધારવાના ચપ્પુ વડે પોતાની જાતે જ ગળા અને માથાના ભાગે ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ પિતાનું મોત થતાં પોલીસે શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શરીર પરના ઘા જોઈ પોલીસને શંકા ગઈ અકસ્માત મોતની તપાસ દરમિયાન પોલીસને મરણ જનાર રાજેશભાઈની શારીરિક પરિસ્થિતિ અને તેમના શરીર પર લાગેલા ચપ્પુના ઘા જોઈને શંકા ગઈ હતી. નાયબ પોલીસ કમિશનર (ઝોન-3) અને ડીસીપી (એફ-ડિવિઝન)ના માર્ગદર્શન હેઠળ પોલીસે આજુબાજુના લોકોની ખાનગીમાં પૂછપરછ શરૂ કરી હતી. ત્યારબાદ બનાવ સમયે ઘરમાં હાજર તમામ સભ્યોની વારાફરતી યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા જ મૃતકના 28 વર્ષીય પુત્ર સુભાષ ઉર્ફે ટુન્નો રાઠોડ ભાંગી પડ્યો હતો અને પિતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ગાળાગાળીથી ઉશ્કેરાઈને પિતા પર ચપ્પુ વડે તૂટી પડ્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક રાજેશભાઈ ઘરમાં અવારનવાર ઝઘડા અને ગાળાગાળી કરતા હતા. ઘટનાની રાત્રે પણ ઘરમાં ગાળાગાળી થતાં પુત્ર સુભાષ ઉશ્કેરાઈ ગયો હતો અને પિતા સાથે મારામારી કરીને ચપ્પુ વડે શરીરના અલગ-અલગ ભાગે ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાન વચ્ચે છોડાવવા પડેલા સગા કાકા બળવંતભાઈને પણ ડાબા હાથમાં ચપ્પુ વાગતા ૯ ટાંકા આવ્યા હતા. આખરે કાકા બળવંતભાઈની ફરિયાદના આધારે સિંગણપોર પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. હત્યારા પુત્રની ધરપકડ સિંગણપોર ડભોલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1) (હત્યા), 118(1) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધીને પાપી પુત્ર સુભાષ ઉર્ફે ટુન્નો રાજેશભાઈ રાઠોડની વિધિસર ધરપકડ (અટક) કરી લીધી છે. પોલીસ રેકોર્ડ અનુસાર, પિતાનો હત્યારો સુભાષ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વર્ષ 2015માં ચોકબજાર પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે મારામારીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ સમગ્ર ભેદ ઉકેલવામાં પીએસઆઈ ડી.બી. કામળીયા અને તેમની ટીમ સફળ રહી છે, જ્યારે આગળની તપાસ પી.આઈ. પી.એમ. ચૌધરી ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Two Assam Rifles personnel killed in Manipur militant ambush, CM says acts of terror ‘won’t be tolerated’
    Next Article
    Mumbai-Pune Rains News Live Updates: Mumbai-Pune Missing Link reopens; advisory issued for travellers 

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment