Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુ.એન. મહેતા હોસ્પિટલમાં બેઝમેન્ટની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના:ગૂંગળામણથી ફસાયેલા મજૂરોમાંથી એકને સ્થાનિકે અને બેને ફાયરબ્રિગેડે બહાર કાઢ્યા; મેયર-ચેરમેન ઘટનાસ્થળે દોડ્યા

    2 days ago

    અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલના પરિસરમાં એક હૃદય કંપાવનારી દુર્ઘટના સામે આવી છે. હોસ્પિટલ કેમ્પસમાં આવેલી અંડરગ્રાઉન્ડ સુએજ ટેન્ક (ગટરની ટાંકી) સફાઈની કામગીરી દરમિયાન એક શ્રમિક ઝેરી ગેસના કારણે અચાનક બેભાન થઈ ગયો હતો અને જમીન પરથી સીધો નીચે અર્ધ ભરેલી ટેન્કમાં ખાબક્યો હતો. તેને ડૂબતો જોઈ અને બચાવવા માટે ત્યાં હાજર અન્ય બે વ્યક્તિઓ પણ તાત્કાલિક ટેન્કમાં નીચે ઉતર્યા હતા, પરંતુ ઝેરી ગેસની તીવ્ર અસરોના કારણે તેઓ પણ ત્યાં જ બેભાન થઈ ગયા હતા અને સુએજ પાણીની ટેન્કમાં ફસાઈ ગયા હતા. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ પાઇપલાઇનમાં કામ કરતી વખતે ત્રણ જેટલા યુવકો અંદર ખાબક્યા હોવાનો મેસેજ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ પાઇપલાઇનમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. એકને બચાવવા જતાં અન્ય બે યુવકો પણ અંદર ફસાયા સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, યુ.એન. મહેતા હોસ્પિટલની ડ્રેનેજ પાઇપલાઇનની સફાઈ અથવા રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક મજૂર અચાનક સંતુલન ગુમાવતા પાઇપલાઇનની અંદર પડી ગયો હતો. તેને ડૂબતો અને ગૂંગળાતો જોઈને તેને બચાવવા માટે ત્યાં હાજર અન્ય બે વ્યક્તિઓ પણ એક પછી એક અંદર ઉતર્યા હતા. જોકે, અંદર ઝેરી ગેસ અથવા લપસણ હોવાના કારણે ત્રણેય શ્રમિકો ત્યાં ફસાઈ ગયા હતા. આ દરમિયાન અંદર ઉતરેલા એક વ્યક્તિએ સમયસૂચકતા વાપરીને જોરજોરથી બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડને અલગ-અલગ સમયે મળ્યા કોલ આ કટોકટીની સ્થિતિ અંગે અમદાવાદ ફાયર બ્રિગેડને અલગ-અલગ માધ્યમોથી તાકીદે જાણ કરવામાં આવી હતી: ઘટનાની ગંભીરતાને જોતાં જ ફાયર બ્રિગેડની અલગ-અલગ ટીમો સરકારી વાહનો અને રેસ્ક્યુ સાધનો સાથે તાબડતોબ ઘટનાસ્થળે રવાના થઈ હતી. જેમાં શાહપુર ફાયર સ્ટેશનથી સ્ટેશન ઓફિસર ભાવેશ રાવત બોલેરો ગાડી મારફતે અને અન્ય સ્ટાફ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (ERT) સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ સાથે જ નરોડા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર યુવરાજદાન ગઢવી પણ 'ERV યોદ્ધા' વાહન મારફતે પોતાના અન્ય સ્ટાફ અને ERT ટીમ સાથે સિવિલ કેમ્પસ ખાતે આવી પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા એકનો આબાદ બચાવ શ્રમિકની બૂમાબૂમ સાંભળીને હોસ્પિટલનો સ્ટાફ અને સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પૂર્વે જ સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને બૂમો પાડતા એક યુવકને સુરક્ષિત રીતે બહાર ખેંચી લીધો હતો. જ્યારે અન્ય બે શ્રમિકો પાઇપલાઇનમાં ઊંડે સુધી ફસાઈ ગયા હતા. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે ઓક્સિજન સિલિન્ડર અને ખાસ સાધનોની મદદથી પાઇપલાઇનની અંદર ઉતરીને બાકીના બંને મજૂરોને પણ હેમખેમ બહાર કાઢી લીધા હતા. ઝેરી ગેસની અસર અથવા ગૂંગળામણને કારણે હાલમાં બંને મજૂરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં જ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ફાયર સ્ટાફ દ્વારા બહાર કાઢવામાં આવેલા આ ત્રણેય યુવકોના નામ નીચે મુજબ છે: અમદાવાદ ફાયર બ્રિગેડના એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુએન મહેતા હોસ્પિટલ ની ડ્રેનેજ આવેલી છે જ્યાં કોઈ મેન્ટેનન્સનું કામ કરવાનું હતું તેના માટે મજૂરો આવેલા હતા અને તેમાંથી એક મજૂર હજી કામ કરવાની શરૂઆત કરે તેની પહેલા તેનો પગ લપસી ગયો અને ડ્રેનેજ ભરેલી લાઈનમાં પડી ગયો હતો જેને બચાવવા માટે બીજો એક મજૂર પણ અંદર ઉતર્યો હતો પરંતુ તે પણ ખૂબ જ અંદર જતો રહ્યો હતો બંને મજૂરોને બચાવવા ત્રીજો એક મજૂર પણ ઉતર્યો હતો જેથી બૂમાબૂમ થઈ હતી અને ત્યાં હાજર સુપરવાઇઝર અને અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો. જેમાંથી એક વ્યક્તિને બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા શાહપુર અને નરોડા ફાયર સ્ટેશનથી ગાડીઓ પહોંચી હતી. બીજા બંને લોકોને ફાયર બ્રિગેડના રેસ્ક્યુ ટીમના જવાનો દ્વારા ડ્રેનેજ લાઈનમાં ઊતરી અને બહાર કાઢવામાં આવ્યા હતા અને બંનેને બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઘટનાસ્થળે પહોંચ્યા હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં બનેલી આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને શહેરના મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની માહિતી મળતા જ બંને પદાધિકારીઓ તાત્કાલિક પરિસ્થિતિનો તાગ મેળવવા અને શ્રમિકોની તબિયતના સમાચાર જાણવા માટે યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યા. આ ઘટનાને પગલે હોસ્પિટલ તંત્ર દ્વારા સેફ્ટીના સાધનો મુદ્દે તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    Three merchant vessels break free in rough seas off Mumbai; one runs aground near Manori
    Next Article
    રાત્રે 10 વાગ્યા સુધીમાં 23 જિલ્લામાં રેડ એલર્ટ:સુરત શહેરમાં 5 ઈંચ વરસાદમાં જ જળબંબાકાર, મનપાના પાપે લાખો લોકો પરેશાન; વીજ કરંટ લાગતા 2 યુવકોના મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment