Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા રોપા વિતરણ:પ્રકૃતિ સંરક્ષણ માટે ઔષધીય અને બાગાયતી વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ

    1 day ago

    મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા જે.એમ. સાયકલ શો રૂમ ખાતે બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન અને વિરાટ બજરંગ દળ દ્વારા રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન સાથે હરિયાળી માટે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ વિતરણ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના ઔષધીય ગુણોથી ભરપૂર ફૂલછોડ, બાગાયતી વૃક્ષો અને કિચન ગાર્ડનના રોપાઓનો સમાવેશ થતો હતો. આ પહેલનો લાભ વિસ્તારના અનેક પ્રકૃતિપ્રેમી લોકોએ લીધો હતો. આ સેવાકાર્યમાં શહેરની વિવિધ સામાજિક, રાજકીય અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બ્રહ્મ સમાજના યુવાનોના ઉત્સાહને બિરદાવ્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા. કોર્પોરેટર ભગવતસિંહ ઝાલા, અગ્રણી મુકેશભાઈ રાવલ અને એચ. એચ. પટેલ જેવા મહાનુભાવો પણ હાજર રહી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશનમાંથી જતીનભાઈ રાવલ, યશવંતભાઈ વ્યાસ, મિલાપભાઈ રાવલ અને તેમની સમગ્ર ટીમ તેમજ વિરાટ બજરંગ દળમાંથી નકુલભાઈ રાવલ, સૌરભ જાની, ચિરાગ રાવલ અને તેમની ટીમના યુવાનોએ સારો પ્રયાસ કર્યો હતો. સામાજિક કાર્યકર અને બ્રહ્મ અગ્રણી પિયુષભાઈ રાવલે બ્રહ્મ યુવાનો સાથે મળીને રોપાઓનું વિતરણ કર્યું હતું અને આ પ્રસંગે ઉપસ્થિત પ્રજાજનોને પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 521 પોઈન્ટ વધીને 78,285 પર બંધ થયો:નિફ્ટીમાં પણ 160 પોઈન્ટનો ઉછાળો રહ્યો, મેટલ અને ઓટો શેર્સમાં વધુ ખરીદી જોવા મળી
    Next Article
    જામનગરમાં ભૂદેવ બટુકો માટે:ભૂદેવ કર્મકાંડી સમિતિ દ્વારા દ્વિતીય ઉપનયન સંસ્કાર કાર્યક્રમનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment