Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહારાષ્ટ્રના સતારામાં પુલ તુટ્યો, ક્રેનથી કારને બહાર કાઢી:મુંબઈમાં રેલ્વે ટ્રેક અને એક્સપ્રેસ વે બંધ; લોકોને ઘરમાં રહેવાની સલાહ; જમ્મુ અને કાશ્મીરમાં ભૂસ્ખલન

    1 day ago

    દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાએ ગતિ પકડી લીધી છે. મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે મુંબઈ-પુણે રેલ રૂટ પર સોમવારે સવારે કરજત-લોનાવલાના ભોર ઘાટ સેક્શનમાં બે જગ્યાએ ભૂસ્ખલન થયું. ત્રણેય રેલવે લાઈનો પ્રભાવિત થઈ ગઈ. 20 ટ્રેનો રદ કરવી પડી. આ દરમિયાન, ભૂસ્ખલનને કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પણ બંધ થઈ ગયો હતો. સતારા જિલ્લાના મહાબળેશ્વરમાં વેન્ના નદી પરનો પુલ તુટી ગયો છે.10-12 પ્રવાસીઓ ફસાયા છે અને ક્રેનથી કાર બહાર કાઢવામાં આવી હતી. BMCએ આજે ​​તમામ સરકારી, ખાનગી અને મ્યુનિસિપલ શાળાઓ તથા કોલેજો માટે રજા જાહેર કરી છે. દરમિયાન, મુંબઈ એરપોર્ટ પર 17 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. મુંબઈની પ્રાઈવેટ ઓફિસોના કર્મચારીઓને ઘરેથી કામ (વર્ક ફ્રોમ હોમ) કરવા માટે કહેવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ભોપાલ સહિત 7 જિલ્લામાં રવિવારે ભારે વરસાદ થયો. પાંઢુરણા જિલ્લામાં વીજળી પડવાથી એક મહિલાનું મોત થયું. વરસાદ બાદ કાલિસિંધ નદી બે કાંઠે વહી રહી છે. રાયસેન જિલ્લામાં બેતવા નદીમાં ડૂબી જવાથી બે સગીર બાળકીઓના મોત થયા. બીજી તરફ યુપીના 10 થી વધુ શહેરોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. છત્તીસગઢના ગરિયાબંધ જિલ્લામાં ખાડામાં ડૂબી જવાથી 5 અને 6 વર્ષના બે બાળકોના મોત થયા. જમ્મુ-કાશ્મીરના કિશ્તવારમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું હતું. કાટમાળ નીચે 6-7 વાહનો દટાઈ ગયા હતા. કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. મુંબઈથી અમદાવાદ અને દિલ્હી જતી ટ્રેનોને અસર મુંબઇના ઠાકુરવાડી અને મંકી હિલ રેલવે સ્ટેશન વચ્ચે તેમજ પાલઘર નજીક રેલવે ટ્રેક ઉપર વરસાદી પાણી ભરાઈ જતા મુંબઈ તરફથી ગુજરાત અને દિલ્હી જતી અને મુંબઈ આવતી ટ્રેનોને અસર થઈ છે. મુંબઇ તરફ જતી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન વલસાડથી અટકાવવામાં આવી વલસાડથી પરત અમદાવાદ જશે. જોતપુર બાંદ્રા ટ્રેન વાપીથી અટકાવવવામાં આવી વાપીથી પરત જોતપુર જશે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે માત્ર બે મહિના પહેલા જ શરૂ થયો હતો જણાવીએ કે 'મિસિંગ લિંક' નામથી જાણીતો મુંબઈ-પુણે એક્સપ્રેસવે માત્ર બે મહિના પહેલા જ ચાલુ થયો હતો. ₹6695 કરોડના ખર્ચે બનાવેલા આ મેગા-પ્રોજેક્ટને એન્જિનિયરિંગ શ્રેષ્ઠતાના ઉદાહરણ તરીકે બિરદાવવામાં આવ્યો હતો. જોકે, ભારે વરસાદ દરમિયાન થયેલા ભૂસ્ખલનને કારણે હવે તેના નિર્માણ કાર્ય પર સવાલો ઉભા થયા છે. દેશભરમાંથી હવામાનની 7 તસવીરો… દેશભરના હવામાન સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Voter IDs from India and Nepal: 25 booked in UP over ‘dual citizenship’
    Next Article
    ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જયંતિ:PM મોદી બોલ્યા- આર્ટિકલ 370 હટાવવું તેમને સૌથી મોટી શ્રદ્ધાંજલિ, અમિત શાહ પૈતૃક ઘરે જઈને શ્રદ્ધાંજલિ આપશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment